વડોદરાઃ પ્રમુખ ક્રિસ્ટલ સાઇટના નામે છેતરપિંડી કરવા બદલ બહુચર્ચિત બનેલા બિલ્ડર મનિષ પટેલ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદમાં એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતા સલીમખાન બાદરખાન પઠાણ(જાફરી ટાવર પાસે,કોચરબ,પાલડી)એ પોલીસને કહ્યું છે કે,મનિષ પટેલ સાથે મારે બે વર્ષથી પરિચય હતો અને ઘર જેવા સબંધ થયા હતા. મનિષને જ્યારે પણ રૃપિયાની જરૃર પડે ત્યારે હું આપતો હતો.
ગઇ તા.૧૧-૧૦-૨૪ના રોજ મનિષે રેરામાં રકમ ભરવાના નામે રૃ.૫૦ લાખ માંગ્યા હતા.જે રકમ મેં આરટીજીએસથી આપી હતી.ત્યારબાદ મારે નાણાંની જરૃર પડતાં મેં રકમ પરત માંગી હતી.જેથી તેણે તા.૧૬-૨-૨૫ના રોજ રૃ.૧૦લાખનો ચેક આપ્યો હતો.જે ચેક બાઉન્સ થયો હતો.
ત્યારબાદ તેણે ધમકી આપવા માંડંી હતી. મારા માણસો મો.આસિફ ને નિસારભાઇ તેને ત્યાં રૃપિયા માંગવા ગયા હતા ત્યારે તે ધમકી આપતો હતો.જેથી ગોરવા પોલીસે મનિષ મહેન્દ્રભાઇ પટેલ(વૃન્દાવન સોસાયટી,ઇલોરાપાર્ક,વડોદરા) સામે ગુનો નોંધ્યો છે.