વડોદરા કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું હતું કે, નવરાત્રી માત્ર ઉત્સવ નહીં પરંતુ માઁ શક્તિની આરાધનાનું પર્વ છે. હાલ 18 ટકા જીએસટીના કારણે ખેલૈયાઓને 700થી 1000 રૂપિયા વધારાનો બોજો સહન કરવો પડે છે તથા લાઇટબિલ કોમર્શિયલ ગણાતા લાખો રૂપિયા વસૂલાય છે. આ ટેક્સ માફ કરાય, લાઇટબિલ રેસિડેન્શિયલ પ્રમાણે ગણાય અને સિક્યુરિટી તથા સફાઈની વ્યવસ્થા સરકાર કરે. જેથી ગરીબ તથા મધ્યમવર્ગીય બાળકો પણ ગરબાનો આનંદ માણી શકે.