અમદાવાદ, શુક્રવાર
નરોડા વિસ્તારમાં રહેતા વૃદ્ધને તાળાના ચાવી બનાવવા વાળાને બાલોવ્યા હતા તેઓએ ચાવીના રૃા. ૩૫ નક્કી કર્યા હતા. બહાર તાપ લાગેલા છે કહીને આરોપીઓએ ઘરમાં બેસીને ચાવી બનાવવાનું નાટક કર્યું હતું અને વૃદ્ધને ત્રણ વખત પાણી લેવા મોકલ્યા બાદ તિજોરીનું લોકર ખોલીને તેમાંથી રૃા. ૪.૪૦ લાખની મત્તાના દાગીના ચોરી લીધી હતા અને ચાવી કાલે આવીને બનાવી આપીશું કહીને જતા રહ્યા હતા. આ બનાવ અંગે શહેરકોટડા પોલીસે બે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તાળાની ચાવી બનાવવા આવ્યાને ચાવીના રૃા.૩૫ નક્કી કર્યા , વૃદ્ધ પાસે ત્રણ વખત પાણી મંગાવીને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી કાલે આવીને ચાવી બનાવી આપીશું કહીને જતા રહ્યા
નરોડા વિસ્તારમાં રહેતા વૃદ્ધે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ તેઓ ઘરે એકલા હતા ત્યારે તાળાની ચાવી બનાવી આપવાની બુમો સાંભળીને તેઓ બહાર ગયા હતા અને તાળાની ચાવી બનાવવા વાળોને મળીને તેઆને તાળાની ચાવી બનાવવી છે તેવી વાત કરીને ચાવી બનાવવાના રૃા. ૩૫ નકકી કર્યા હતા. ત્યારબાદ આરોપીઓને ઘર બહાર બેસાડયા હતા થોડી વારમાં આરોપીઓએ બહાર તાપ લાગે છે કહેતા વૃદ્ધે દયા ખાઇને ઘરમાં બેસીને ચાવી બનાવવા માટેની વાત કરી હતી.
ત્યારબાદ આરોપીઓએ ઘરમાં બેસીને ચાવી બનાવવાનું નાટક કર્યું હતું અને વૃદ્ધને ત્રણ વખત પાણી લેવા મોકલ્યા બાદ તિજોરીનું લોકર ખોલીને તેમાંથી રૃા. ૪.૪૦ લાખની મત્તાના દાગીના ચોરી લીધી હતા અને ચાવી કાલે આવીને બનાવી આપીશું કહીને જતા રહ્યા હતા. જો કે તેમના પત્ની બીજા દિવસે તિજોરી નીચે કચરો વાળતા હતા ત્યારે દાગીનાના ખાલી બોક્સ મળ્યા હતા જેથી તિજોરી ખોલીને જોયું તો ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ ઘટના અંગે શહેરકોટડા પોલીસે બે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.