કારેલીબાગ આર.આર.પાર્ક સોસાયટી નજીક જુગાર રમતા પાંચ જુગારીઓને કારેલીબાગ પોલીસે ઝડપી પાડયા છે.
કારેલીબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, મોરારજી દેસાઇ સ્કૂલની સામે આર.આર. પાર્ક ગ્રાઉન્ડ ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા (1) અમજદખાન અબ્દુલસત્તાર પઠાણ (રહે. રાવત શેરીના નાકે, ફતેપુરા) (2) મહંમદઆરિફ અનવરભાઇ ગરાસિયા (રહે. રાજીવ આવાસ યોજના, તાંદલજા) (3) હનિફ સિદ્દીકભાઇ શેખ (રહે. વલી મેન્શન એપાર્ટમેન્ટ, યાકુતપુરા) (4) સાબીર કાલુભાઇ શેખ (રહે. ભાંડવાડા, ફતેપુરા) તથા (5) ઇનાયત ગનીભાઇ વ્હોરા (રહે. પાંજરીગર મહોલ્લો, ફતેપુરા) જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડા 10,900 તથા બે મોબાઇલ ફોન મળીને કુલ11,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.