અમદાવાદ,સોમવાર,29
સપ્ટેમબર,2025
એક તરફ દેશ આખામાં
બેરોજગારીની સમસ્યા સતત વધી રહી છે.બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોમાં સહાયક જુનીયર કલાર્કની
જગ્યા ઉપર મે-૨૫માં ૬૯૭ ઉમેદવારોને નિમણૂંક અપાઈ હતી. આ પૈકી ૫૬ ઉમેદવારોએ અલગ અલગ
જગ્યાએ નિમણૂંક મળી હોવાના,
અંગત કારણસર અથવા તો તેઓ જુનીયર કલાર્ક તરીકે નોકરી કરવા ઈચ્છતા નથી જેવા કારણ
આપી નોકરીમાં હાજર થવાનો ઈન્કાર કરતા મ્યુનિસિપલ કમિશનરે આ તમામ ઉમેદવારોની
નિમણૂંક તથા પસંદગી યાદીમાંથી તેમના નામ રદ કરવા સુચના આપી છે.જે ઉમેદવારોએ
કોર્પોરેશનની નોકરી કરવા ઈન્કાર કર્યો છે.તેવા તમામને પ્રોબેશન પિરીયડ દરમિયાન દર
મહીને રુપિયા ૨૬ હજાર ફીકસ પગાર કોર્પોરેશન તરફથી આપવામા આવનાર હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી
જાણવા મળ્યુ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૪ નવેમ્બર-૨૪ના રોજ કોર્પોરેશનના જુદા જુદા
વિભાગમાં ખાલી પડેલી જુનીયર કલાર્કની જગ્યા ભરવા લેખિત પરીક્ષા લીધી હતી. આ
પરીક્ષામાં અમદાવાદ શહેર ઉપરાંત રાજયના અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારોએ
સહાયક જુનીયર કલાર્કની કોર્પોરેશનમાં
નોકરી મેળવવા પરીક્ષા આપી હતી.પસંદગી પામેલા તમામ ઉમેદવારોને ૧૮ મે-૨૫ના રોજ
કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નિમણૂંક પત્ર પણ આપવામા આવ્યા હતા.આ પછી ૧ જુલાઈ તથા
૨૨ જુલાઈ-૨૫ તથા ૧૯ ઓગસ્ટ-૨૫ના ના રોજ
હાજર થવા અંતિમ સ્મૃતિ પત્રથી જાણ
કરાઈ હતી.પસંદગી પામેલા ઉમેદવારોને પત્રથી સહાયક જુનીયર કલાર્ક તરીકે હાજર થવા
મેસેજ અને ટેલિફોનથી પણ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ તરફથી જાણ કરાઈ હતી.જે સમયે
તેમણે નોકરીમાં જોડાવવા અંગે અનિચ્છા
દર્શાવતા તેમના નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવ્યા છે.
કોર્પોરેશનની નોકરી છોડનારા ઉમેદવારોએ કયા કયા કારણ બતાવ્યા?
–સ્પર્ધાત્મક
પરીક્ષા આપવાની હોવાથી નોકરીમાં હંમેશ માટે આવવા માંગતો નથી.
–પસંદગી
અન્ય જગ્યાએ થઈ હોવાથી ઉમેદવારી પાછી ખેંચુ છું.
–અમુક
અંગત કારણસર હાજર થવા માંગતો નથી.
–બીજી
પોષ્ટમાં સિલેકશન થઈ ગયુ હોવાથી હાજર થવાનો નથી.
–હું
નિમણૂંક સ્વીકારવા માંગતો નથી.નિમણૂંક રદ કરશો.
–સિટી
સિવિલ કોર્ટ,ભદ્ર
ખાતે હાજર થવાથી નિમણૂંક રદ કરશો.
–મને
હાઈકોર્ટમાં કેશીયરની પોસ્ટ મળી હોવાથી નિમણૂંક રદ કરશો.
–રાજય
સરકારના નાણાં વિભાગમાં નિમણૂંક મળી હોવાથી.
–ગુજરાત
હાઈકોર્ટમાં ફરજ બજાવતો હોવાથી નિમણૂંક રદ કરશો.
–જુનીયર
કલાર્ક તરીકે નોકરી કરવાનો ઈરાદો નથી.
–મને
શિક્ષણ સહાયક તરીકે નિમણૂંક મળી છે.
–ફોરેસ્ટ
વિભાગમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાથી હાજર થઈ શકીશ નહીં.