સાયલા –
સાયલા પોલીસે હાઇવે માર્ગો પર ગેરકાયદે ખનીજ ભરી પુરપાટ ઝડપે
જોખમી રીતે નંબર પ્લેટ વગર દોડતા ડમ્પર વિરૃદ્ધ ચેકિંગ હાથ ધર્યું હતું. સાયલા સર્કલ,
સાયલા સુદામડા હાઇવે પર ગેરકાયદેસર વહન કરતા તપાસમાં ૫ ડમ્પર ઝડપી લીધા હતા. ડમ્પર ચાલકો પાસેથી જરૃરી
રજીસ્ટર કાગળો વીમો પોલિસી, આરસીબુક, ડ્રાઇવિંગ
લાઇસન્સ માગતા રજૂ કરી શક્યા નહતા. તમામ ઝડપાયેલા ડમ્પરો સાયલા પોલીસ મથકે સીઝ કરી
દંડનીય કાર્યવાહી માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.