– આગામી ચૂંટણીને લઇ પાલિકાઓની બેઠકોની ફાળવણી જાહેર
– કપડવંજ નગર પાલિકામાં સ્ત્રી માટે 14, ઠાસરા- કઠલાલ અને કણજરી પાલિકામાં 12-12 બેઠકો અનામત જાહેર કરાઈ
નડિયાદ : ખેડા જિલ્લાની કપડવંજ, ઠાસરા, કઠલાલ અને કણજરી પાલિકાની સામાન્ય ચૂંટણી માટે બેઠકોની ફાળવણી રાજય ચૂંટણી આયોગે જાહેર કરી છે. જેમાં ચાર પાલિકામાં ૫૦ બેઠકો મહિલા માટે અનામત જાહેર કરી છે. પછાત વર્ગ માટે ૨૭ ટકા અનામત પણ લાગુ કરવામાં આવતા૨૬ બેઠકો ફાળવવામાં આવી છે. જેને લઇ આગામી દિવસોમાં રાજકીય ગરમાવો આવશે. ખેડા જિલ્લાની ચૂંટણી માટે સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોનું રોટેશન જાહેર કરાયું છે. જેમાં કપડવંજ નગરપાલિકા માટે કુલ ૭ વોર્ડ અને ૨૮ બેઠકો નિર્ધારિત કરાઈ છે. આ ૨૮ બેઠકોમાં કુલ ૧૪ બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે, જે કુલ બેઠકોના ૫૦% છે. જેમાં અનુસૂચિત જાતિ (એસસી) માટે ૨ બેઠક (તે પૈકી ૧ બેઠક સ્ત્રી માટે), અનુસૂચિત આદિજાતિ (એસટી) માટે ૧ બેઠક અને પછાત વર્ગ (ઓબીસી) માટે ૮ બેઠક (તે પૈકી ૪ બેઠક ીઓ માટે) અનામત રાખવામાં આવી છે.
ઠાસરા નગરપાલિકા માટે કુલ ૬ વોર્ડ અને ૨૪ બેઠકો નિર્ધારિત કરાઈ છે. આ ૨૪ પૈકી ૧૨ બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે. ઠાસરામાં અનામત બેઠકોમાં અનુસૂચિત જાતિ માટે ૧ બેઠક (તે પૈકી ૦ બેઠક સ્ત્રીઓ માટે), અનુસૂચિત આદિજાતિ માટે ૨ બેઠક (તે પૈકી ૧ બેઠક સ્ત્રીઓ માટે) અને પછાત વર્ગ માટે ૬ બેઠક (તે પૈકી ૩ બેઠક સ્ત્રીઓ માટે) અનામત રાખવામાં આવી છે.
કઠલાલ નગરપાલિકા માટે પણ ૬ વોર્ડ અને ૨૪ બેઠકો જાહેર કરાઇ છે. જેમાં૧૨ બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે. જેમાં અનુસૂચિત જાતિ માટે ૧ બેઠક અને પછાત વર્ગ માટે ૬ બેઠક (તે પૈકી ૩ બેઠક સ્ત્રીઓ માટે) અનામત રાખવામાં આવી છે.
કણજરી નગરપાલિકા માટે પણ ૬ વોર્ડ અને ૨૪ બેઠકો જાહેર કરાઇ છે. કણજરીમાં ૧૨ બેઠકો મહિલાઓ માટે અનામત છે.અનુસૂચિત જાતિ માટે ૧ બેઠક અને પછાત વર્ગ માટે ૬ બેઠક (તે પૈકી ૩ બેઠક ીઓ માટે) અનામત રખાઈ છે.
નગરપાલિકાની બેઠકોની વર્ગવાર ફાળવણી
કઠલાલ નગરપાલિકામાં કુલ ૨૪ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ એસસી, કઠલાલની કુલ વસ્તી ૨૨૦૭૧ છે. કણજરી નગરપાલિકામાં પણ ૨૪ બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી પછાત વર્ગ માટે ૬ અને અનુસૂચિત જાતિ માટે ૧ બેઠક અનામત છે. બંને નગરપાલિકાઓમાં અનુસૂચિત આદિજાતિ માટે ૦ બેઠકો અનામત છે.
ઓબીસી અનામતનો અમલ કરાયો
ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા (સુધારા) અધિનિયમ, ૨૦૨૩માં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ સુધારા અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાત વર્ગ (ઓબીસી) માટે અનામતની ટકાવારીમાં સુધારો કરીને તેને ૨૭ ટકા સુધીની બેઠકો માટે અનામત રાખવાની એસટી જોગવાઈ કરવામાં આવી છે. આ નવા કાયદાકીય માળખાને આધારે જ કપડવંજમાં ૮, ઠાસરામાં ૬, કઠલાલમાં ૬ અને કણજરીમાં ૬ બેઠકો પછાત વર્ગ માટે ફાળવાઈ છે.