Vadodara Theft Case : વડોદરા નજીક આવેલા દુમાડ ગામમાં ત્રાટકેલા ચોરો સોના-ચાંદીના દાગીના સહિત આશરે પોણા બે લાખથી વધુ રકમની મત્તા ઉઠાવી ગયા હતા.
દુમાડમાં પંચાયત ઓફિસ પાછળ મોટા ફળિયામાં રહેતા અશોક બેચરભાઈ વાળંદે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઈલેક્ટ્રિકલના વ્યવસાય સાથે જોડાયેલો છું. છેલ્લા બે દિવસથી બીમાર હોવાના કારણે રાત્રે હું અને મારી પત્ની રક્ષાબેન બંને ગામમાં નીલકંઠ સોસાયટીમાં રહેતી પુત્રી જયશ્રીના ઘેર જઈએ છીએ અને સવારના પરત આવીએ છે.
તારીખ 28 ની રાત્રે ઘેર જમ્યા બાદ હું અને મારી પત્ની બંને જયશ્રીના ઘેર ગયા હતા. દરમિયાન સવારે મારા ઘરની ઉપર રહેતો નાનો ભાઈ પ્રકાશ આવ્યો હતો અને મને ઊંઘમાંથી જગાડી તેણે જણાવેલ કે તમારું ઘર કેમ ખુલ્લું છે. બાદમાં હું ઊઠીને ઘેર ગયો ત્યારે જાળીનો નકુચો તૂટેલો હતો અને લોક જણાયુ ન હતું બાદમાં ઘરની અંદર જઈને જોયું તો સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો તેમજ બે તિજોરીના લોક પણ તૂટેલા હતા બંને તિજોરીમાંથી ચોરો રૂપિયા 80,000 રોકડ અને પત્નીના દાગીના મળી કુલ 1.85 લાખની ચોરી કરી હતી.