Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા એક યુવાનને પડધરીના ચિટર શખ્સનો ભેટો થઈ ગયો હતો, અને પર્સનલ લોન અપાવી દેવાના બહાને કટકે-કટકે 2,40,950 ની રકમ મેળવી લઈ વિશ્વાસઘાત અને ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં પટેલ સમાજની વાડી પાસે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા ભુપતભાઈ રણછોડભાઈ મકવાણા નામના 32 વર્ષના યુવાનને પર્સનલ લોન મેળવવી હતી, જેથી પોતે પડધરી તાલુકાના નેકનામ પંથકના ધમભા ઝાલા સાથે મુલાકાત થઈ હતી, અને તેણે પર્સનલ લોન અપાવી દેવાના બહાને ભુપતભાઈ મકવાણા પાસેથી ધીમે ધીમે નાણાં ખંખેરવાનું શરૂ કર્યું હતું.
તેણે જુદા જુદા કારણો દર્શાવીને ફરિયાદી યુવાન પાસેથી કુલ 2,40,950 ની રકમ મેળવી લીધી હોવાનું અને આજ દિન સુધી રૂપિયા પરત નહીં કરી લોન પણ નહીં અપાવી દીધાનું જાહેર થયું છે જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.