Vadodara Visa Fraud : વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીનો વધુ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. કારેલીબાગ વિસ્તારમાં વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા એક દંપતીએ યુકે મોકલવાના નામે એક યુવક પાસેથી 10 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સમા વિસ્તારની રાંદલ ધામ સોસાયટીમાં રહેતા ભાવેશ પારેખે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભાવેશ પારેખ નામના યુવકે પોલીસને જણાવ્યું કે, ડિસેમ્બર 2022માં યુકેની વર્ક પરમિટ મેળવીને ત્યાં જવા માટે તેમણે આણંદના રહેવાસી હાર્દિક ભરતભાઈ સોની અને તેની પત્ની શ્રેયા દિનેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. આ દંપતી વડોદરાના વીઆઈપી વ્યુ કોમ્પ્લેક્સમાં સાદરી ઈમિગ્રેશન નામે કન્સલ્ટિંગ ઓફિસ ચલાવતું હતું.