ઉઘરાણી કરતા બે ચેક આપ્યા બાદ પરત ફર્યા
૧૮ લાખ એડવાન્સ આપવાનું કહ્યા બાદ વિઝા કે રૃપિયા પરત નહીં આપીને ૧૭.૨૫ લાખની ઠગાઇ કરતા ફરિયાદ
માણસા : માણસા તાલુકાના બિલોદરા ગામના વેપારીએ ઓસ્ટ્રેલિયા સેટલ થવા
માટે એજન્ટનો સંપર્ક કર્યો હતો જે એજન્ટે તેમને વર્ક પરમીટ વિઝા અપાવવા ની
બાહેધારી આપી ૧૮ લાખ રૃપિયા એડવાન્સમાં લીધા હતા પરંતુ તેણે આપેલી મુદત દરમિયાન
વિઝા મળ્યા ન હતા જેથી વેપારીએ પેમેન્ટ પરત માંગતા એજન્ટે ચેક આપ્યા હતા જે બંને
ચેક પરત ફર્યા હતા ત્યારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા વેપારીએ એજન્ટ
વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માણસા તાલુકાના બિલોદરા ગામે રહેતા પ્રદિપસિંહ ઈશ્વરજી
ચાવડાને ઓસ્ટ્રેલિયા સેટલ થવું હતું અને આ બાબતે એક વર્ષ અગાઉ તેમના મિત્ર સાથે
ચર્ચા થઈ હતી અને તેમણે ઓસ્ટ્રેલિયા સેટલ થવા માટે વર્ક પરમીટ વિઝા નું કોઈ એજન્ટ
કામ કરી આપે તો કામ આપવું છે તેવી ચર્ચા બાદ તેમના મિત્રએ તેમના એક પરિચિત માણસા
તાલુકાના પુંધરા ગામના પટેલ રશ્મિકાંત નવનીત ભાઈ
ઓફિસ વીરકૃપા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચાંદખેડા અમદાવાદ ખાતે આવેલી છે તે
ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટનું કામ કરે છે જેથી પ્રદિપસિંહ અને તેમના આ મિત્ર બંને
જણા એજન્ટને અમદાવાદ મળવા ગયા હતા જ્યાં આ એજન્ટે તેમને ઓસ્ટ્રેલિયાના કાયમી વિઝા
અને વર્ક પરમિટ લાવી આપવાની ગેરંટી આપી હતી અને તે બાબતે ૩૨ લાખ રૃપિયા ખર્ચ થશે
જેના માટે ૧૮ લાખ રૃપિયા એડવાન્સ આપવા પડશે તેવી વાત થઈ હતી જેથી પ્રદિપસિંહે
એજન્ટ જ્યારે માણસા આવ્યો તે વખતે ૧૮ લાખ રૃપિયા ચૂકવ્યા હતા અને તે વખતે એજન્ટે
એક મહિનાની અંદર વિઝા લાવી આપવાની વાત કરી હતી પરંતુ એક મહિનો થવા છતાં પણ વિઝા
આવ્યા ન હતા.
જેથી પ્રદિપસિંહએ
પોતાના રૃપિયા પરત માગતા એજન્ટે તેમને બે ચેક આપ્યા હતા જે પરત ફર્યા હતા તો
પેમેન્ટ માટે એજન્ટને અવારનવાર ફોન કરતા તેણે ૭૫,૦૦૦ રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા બાકીના ૧૭ લાખ ૨૫ હજાર
રૃપિયા હજુ સુધી તેમને પાછા આપ્યા નથી.જેથીપ્રદિપસિંહે વિશ્વાસઘાત અને છેતરપિંડી
કરી પાસપોર્ટ અને ૧૭ લાખ ૨૫ હજાર રૃપિયા પરત ન આપનાર એજન્ટ રશ્મિકાંત નવનીતભાઈ
પટેલ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર
કાર્યવાહી હાથ ધરી છે.