![]()
ડૉ. હેડગેવારે હિન્દુ સમાજને સંગઠિત-શક્તિશાળી બનાવવા નાગપુરમાં તા. 27 સપ્ટેમ્બરે કરાઈ સ્થાપના કરી હતી જે દિવસ વિજ્યાદશમી હતી અને ભારતીય સંસ્કૃતિને અનુસરતું સંઘ તેનો જન્મદિવસ તારીખ મૂજબ નહીં પણ દશેરાના દિવસે જ ઉજવે છે: : ગુજરાતમાં 1747 સહિત દેશમાં 82,1289 શાખામાં લાખો સ્વયંસેવકો
રાજકોટ, : સંઘ અર્થાત્ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આવતીકાલે 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તેની સ્થાપના ઈ.સ. 1925માં ડો.કેશવરાવ બલીરામ હેડગેવારે દ્વારા નાગપુરમાં તા. 27 સપ્ટેમ્બરે કરાઈ હતી જે દિવસ વિજ્યાદશમી હતી અને ભારતીય સંસ્કૃતિને અનુસરતું સંઘ આથી તેનો જન્મદિવસ તારીખ મૂજબ નહીં પણ દશેરાના દિવસે જ ઉજવે છે.
હિન્દુ સમાજને સંગઠિત કરીને શક્તિશાળી બનાવવાના ઉદ્દેશથી સ્થપાયેલ સંઘનો વ્યાપ દેશમાં ખુણે ખુણે ફેલાયો છે. રાજકોટમાં સંઘના સંઘાણીએ આપેલી વિગત મૂજબ વર્તમાનમાં ગુજરાતમાં 1747 સહિત દેશમાં 45 પ્રાંતોમાં 83,129 દૈનિક શાખાઓ નિયમિત ચાલે છે અને ગત એક વર્ષમાં જ 10,000 શાખાઓનો વઘારો થયો છે. ગુજરાતમાં 1482 સહિત દેશમાં 32,147 સાપ્તાહિક મિલન અને ગુજરાતમાં 2568 સેવાકાર્યો ચાલી રહ્યા છે. ઓનલાઈન સભ્ય નોંધણી શરૂ થતા 46,000 મહિલાઓ સહિત 12,72,453 યુવાનોએ રસ દાખવ્યા છે.
સંઘ શતાબ્દી વર્ષમાં સ્વનું જાગરણ, નાગરિક કર્તવ્ય, પર્યાવરણ સુરક્ષા, તુટતા કુટુંબોને ફરી જોડવા કુટુંબ પ્રબોધન, જાતિવાદને દૂર કરવા સમરસતા એ પાંચ પરિવર્તનોના લક્ષ્ય સાથે (1) આવતીકાલે મંડળ,ખંડ,નગર કક્ષાના કાર્યક્રમો (2) નવેમ્બર- 24થી જાન્યુઆરી- 2025 સુધી ઘર ઘર સંપર્ક (3) તમામ મંડળોમાં હિન્દુ સંમેલનો (4) દરેક જાતિ-સમાજની સંયુક્ત સદ્ભાવ બેઠકો (5) જિલ્લા સ્તરે નાગરિક સંવાદ અને (6) યુવાનો માટે પંચ પરિવર્તન આધારિત કાર્યક્રમો યોજાશે.
રાજકોટમાં સંઘની પ્રથમ શાખા ઈ.સ. 1943માં શરૂ થઈ હતી
રાજકોટ, : સંઘની શક્તિથી ગુજરાતમાં જ્યારે ભાજપ સત્તાસ્થાને નામનિશાન ન્હોતું ત્યારે રાજકોટથી સૌપ્રથમ ધારાસભ્ય જનસંઘના ચૂંટાયા હતા. રાષ્ટીય સ્વયંસેવક સંઘની પ્રથમ ધ્વજયુક્ત શાખા ઈ.. 1943માં કરણપરા ચોકમાં પ્રદ્યુમમનસિંહજી સ્કૂલ પરિસરમાં લાગી હતી અને રાજાભાઈ નેને પ્રથમ પ્રચારક હતા. બાદમાં કેશુભાઈ પટેલ, ચીમનભાઈ શુક્લ, પ્રવિણભાઈ મણિયાર વગેરે તેમાં જોડાઈને સંઘનું કાર્ય વિસ્તાર્યું હતું.










