Image: Facebook
Satyam Rajak MPPSC Case: મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના સત્યમ રજક જેમની તાજેતરમાં જ મધ્ય પ્રદેશ લોક સેવા આયોગ (MPPSC) દ્વારા આયોજિત પરીક્ષામાં દિવ્યાંગ કોટાથી આબકારી સબ ઈન્સ્પેક્ટરના પદ પર પસંદગી કરવામાં આવી હતી. હવે વિવાદોમાં ઘેરાયા છે. સત્યમે આ પરીક્ષામાં પોતાની દ્રષ્ટિની ક્ષતિનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું પરંતુ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર તેમના બાઈક ચલાવતાં અમુક ફોટો વાઈરલ થવાના કારણે તેમની પસંદગી પર સવાલ ઊભા થઈ ગયા છે.
શું છે સમગ્ર મામલો?
સત્યમ રજકના સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો વાઈરલ થયા બાદ ઉજ્જૈનના રહેવાસી એક યુવકે સિલેક્શન પર સવાલ ઊભા કર્યાં. ઉજ્જૈન જિલ્લાના મહિદપુર રોડ વિસ્તારમાં રહેતાં પ્રિન્સ યાદવે સત્યમ રજકના સિલેક્શનને ખોટું ગણાવતાં મામલાની તપાસની માગ કરી છે અને સવાલ ઉઠાવ્યા છે કે જો સત્યમને દ્રષ્ટિ ક્ષતિ છે તો તેનું ડ્રાઈવિંગ લાયસન્સ કેવી રીતે બન્યું? અને જો તેમની આંખ યોગ્ય છે અને તે બાઈક ચલાવી શકે છે તો પછી તેનું દિવ્યાંગનું સર્ટિફિકેટ કેવી રીતે બન્યું? પોતાની ફરિયાદની સાથે પ્રિન્સ યાદવે સોશિયલ મીડિયા પર સત્યમ રજકના બાઈક ચલાવતાં ફોટો પણ એટેચ કર્યાં છે.
SI સત્યમ વિરુદ્ધ સિવિલ સર્જનને પત્ર
સાગર જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જનને મોકલેલા પત્રમાં પ્રિન્સ યાદવે લખ્યું છે કે ‘મધ્ય પ્રદેશ લોક સેવા આયોગ ઈન્દોર દ્વારા તારીખ 18 જાન્યુઆરી 2025એ રાજ્ય સેવા પરીક્ષા 2022ના અંતિમ રિઝલ્ટની યાદી જાહેર કરવામાં આવી છે. તે પસંદગી યાદીનાં પદ કોડ ક્ર. 17ના સરળ ક્ર.44 પર આબકારી નાયબ નિરીક્ષકના પદ પર પસંદગી પામેલા ઉમેદવાર સત્યમ રજક મિહીલાલ મધ્ય પ્રદેશના રહેવાસી છે. જેમનો રોલ નં. 112789 છે. આ ઉમેદવાર દિવ્યાંગ કોટાથી પસંદગી પામેલા છે.’
આ પણ વાંચો: ‘બંધારણ પર હુમલો સાંખી નહીં લઈએ..’, વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારશે કોંગ્રેસ
જ્યારે આબકારી નાયબ નિરીક્ષક પદ પર પસંદગી પામેલા ઉમેદવાર બિન અરજદાર સત્યમ રજકને દ્રષ્ટિ સંબંધિત કોઈ સમસ્યા નથી. સત્યમ રજક ટુ વ્હીલર, ફોર વ્હીલર દિવસ તથા રાત્રે સરળતાથી ચલાવે છે. વાહન ચલાવ્યાના પુરાવાના રૂપમાં સત્યમ રજક દ્વારા પોતાના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી નવીનતમ વિભિન્ન તસવીર એટેચ છે. જેમાં સત્યમ રજકને ટુ વ્હીલર તથા ફોર વ્હીલર વાહન ચલાવતાં સ્પષ્ટ જોઈ શકાય છે. સત્યમ રજક દ્વારા પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ પણ બનાવવામાં આવ્યું છે.
સત્યમ રજકે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
સત્યમ રજકે પોતાની ઉપર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવતાં કહ્યું કે ‘મારું ડ્રાઈવિંગ લાયસન્સ 2017માં બન્યું હતું તે સમયે હું સ્વસ્થ હતો અને પોલીસ કોન્સ્ટેબલ, જેલ રક્ષકની પરીક્ષા પણ આપી હતી પરંતુ કોરોના આવ્યા બાદ આંખોની બીમારી થઈ ગઈ, 2021 બાદ સતત આ વધતી ગઈ અને 2023માં વિકલાંગતાના લેવલ પર પહોંચી ગઈ. તેથી મે આ સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું.’
વાહન ચલાવવાને લઈને જે આરોપ લાગ્યા છે તેની પર સત્યમનું કહેવું છે કે ‘આંખોની બીમારી 2021માં થઈ છે તે પહેલા 2017માં ડ્રાઈવિંગ લાયસન્સ બન્યું હતું તે સમયે ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહન ચલાવતાં હતાં. વાહન હજુ પણ ચલાવી શકું છું પરંતુ બીજાની સુરક્ષાના હિસાબે ડ્રાઈવિંગ કરવાનું બંધ કરી દીધું છે. જે ફોટો વાઈરલ કરવામાં આવી રહ્યાં છે તે 2021થી પહેલાના છે અને જે જીપ વાળો ફોટો છે તે ગ્રાઉન્ડમાં ઊભેલી જીપમાં બેસીને ખેંચાવ્યો છે. સત્યમનું કહેવું છે કે કોઈના દ્વારા અંગત સ્વાર્થમાં આ પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે બીજું કંઈ નથી.’