Junagadh Accident: જૂનાગઢના વંથલી હાઇવે પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બાઇકચાલકે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક સબ ઈન્સપેક્ટરને જ અડફેટે લઈ લીધા હતાં. જેના કારણે સબ ઈન્સપેક્ટરને પગમાં ઈજા પહોંચી હતી તેમજ બાઇકચાલકને પણ સામાન્ય ઈજા થઈ હતી. સબ ઈન્સપેક્ટરને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ દરેક PI માટે રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી ફરજિયાત, અમદાવાદ કમિશનરનો આદેશ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના વંથલી હાઇવે પર ટ્રાફિક પોલીસ દ્વારા રૂટિન ચેકિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક બાઇકચાલકે ફરજ પર હાજર ટ્રાફિક સબ ઈન્સપેક્ટર રવિદાન ગઢવીને અડફેટે લીધા હતાં. જેના કારણે સબ ઈન્સપેક્ટરને પગે ઈજા પહોચી હતી. હાલ, ઈજાગ્રસ્ત પોલીસકર્મીને નજીકની હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ હીટવેવથી બચવા રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો
પોલીસે હાથ ધરી તપાસ
આ દરમિયાન બાઇકચાલકને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. હાલ, સમગ્ર મામલે પોલીસે બાઇકચાલક વિશે વધુ તપાસ હાથ ધરી છે.