જામનગરમાં ટેમ્પો ટ્રાવેલર બસમાં કૂટણખાનું ચલાવનારના ફોનમાં 25 રૂપલલનાઓ તેમજ 40 ગ્રાહકો સાથેના સંપર્ક મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ મારફતે મળી આવ્યા : કલરફુલ લાઈટોવાળો અત્યાધુનિક ડાન્સબારમાં પ્રથમ માળે કુલ 6 એર કન્ડિશન મશીન, 3રેફ્રિજરેટર, નાસ્તો -પાણી કરવા, જમવા માટેનું એક નાનું રસોડું બનાવેલું હતું : ડાયરેક્ટ થાંભલામાંથી વીજ ચોરી કરાતા 2.70 લાખનું પુરવણી બિલ ફટકાર્યું: મોબાઈલનું પંચનામું કરાવવા માટે પોલીસને કલાકો લાગ્યા, 6 GB અશ્લીલ સાહિત્ય મળ્યું
જામનગર, : જામનગરના રણજીત નગર વિસ્તારમાં ટેમ્પો ટ્રાવેલર બસમાં કુટણખાનુ ચલાવવા અંગે પકડાયેલા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલાને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસ પાસે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. જ્યારે કેટલીક સામગ્રી મળી આવતાં પોલીસ પણ અચંબીત બની છે.
સૌપ્રથમ પોલીસ દ્વારા તેના રહેણાંક મકાનની ઝડતી કરતા રહેણાક મકાનમાં પ્રથમ માળે રૂપલલનાઆ ના રહેવા માટે તેમજ ગ્રાહકોને સંતોષ આપવા માટે અત્યાધુનિક ડાન્સબાર બનાવાયો હતો. જેમાં એક મોટો હોલ બનાવીને તેમાં કલરફૂલ ૨ થી ૩૦ લાઈટો લગાવી હતી. અને મોટી સાઉન્ડ સિસ્ટમ, રાઉન્ડ ફરતા સોફાની વ્યવસ્થા વગેરે ઊભી કરવામાં આવી હતી. અને વિશેષ પ્રકારનો ડાન્સ બાર બનાવેલો હતો. પોલીસે જે ડાન્સબારનું શૂટિંગ કરી પંચનામું કર્યું હતું. જેમાં એક સાથે ત્રણ એ.સી. લગાવેલા હતા.
તે ઉપરાંત બાજુમાં જ અન્ય બે રૂમ કે જેમાં ગ્રાહકો માટે અથવા તો રૂપલલનાઓ માટેની સુવા માટેના બેડ સહિતની સુવિધા અને પ્રત્યેક રૂમમાં એક એક અલગ એ.સી. પણ બતાવેલા હતા. પ્રથમ માળે આ તમામ સુવિધાઓ ઊભી કરવા માટે કુલ ૬ એર કન્ડિશન મશીન. ત્રણ રેફ્રિજરેટર, નાસ્તો -પાણી કરવા, જમવા માટેનું એક નાનું રસોડું બનાવેલું હતું. ઉપરાંત ચાર ઓવન રાખ્યા હતા. તેમજ અલગ અલગ બાથરૂમ અને તેમાં ત્રણ ગીઝર સહિતના તમામ ઇલેક્ટ્રિક ઉપકરણો લગાવેલા હતા.
આટલી મોટી સુવિધા જોઈને પોલીસતંત્ર દ્વારા વીજ ટુકડીને સ્થળ પર બોલાવી હતી, જે દરમિયાન તેણે વીજ થાંભલામાંથી ડાયરેક્ટ વીજ જોડાણ મેળવેલું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી વીજ ટુકડીએ અશોકસિંહ ઝાલાને ૨.૭૦ લાખનું પાવર ચોરીનું બિલ આપ્યું છે. અને તેના ઘરનું વીજ જોડાણ કટ કરી નાખ્યું છે.
પોલીસે કબજે કરેલા મોબાઈલ ફોનમાંથી પણ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. તેના મોબાઈલ ફોનમાંથી ૬ જી.બી. જેટલું અશ્લીલ જંગી સાહિત્ય મળી આવ્યું છે. પોલીસે કબજે કરેલા તમામ મોબાઇલ ફોનનું પંચનામું કરવા માટે કલાકો વીતી ગયા હતા. અને તમામ મોબાઇલ ફોનનું પંચનામું પૂરૂં થયું હતું.તેમાંથી તમામ સાહિત્ય પુરાવાના ભાગરૂપે મેળવીને કબજે કરાયું છે. જે મોબાઈલ ફોનની કોલ ડિટેલમાં પોતે અસલમ નામથી તમામ લોકોને ઓળખાણ આપતો હતો.
પોતે દેશભરની 25 જેટલી રૂપલલનાઓના સંપર્કમાં રહ્યો હતો. જેનું ગુ્રપ બનાવી પ્રત્યેકને મોબાઈલ ફોનમાં પોતાની ઘરની તથા ટેમ્પો ટ્રાવેલર બસ સહિતની સુવિધાની માહિતી આપીને જામનગર બોલાવવા માટે પ્રોલભન આપતો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 40 જેટલા ગ્રાહકોની યાદી સાથેનું લિસ્ટ બનાવેલું હતું. અને તેઓને યુવતીઓના ફોટા વગેરે બતાવીને સંપર્ક કરતો હતો. જે અંગેના પુરાવાઓ પણ મોબાઇલ મારફતે પોલીસને મળી આવ્યા છે. જે તમામના નામ નંબરો વગેરે એકત્ર કરવામાં આવ્યા છે.