સુરત
સુરતના નાનપુરા ટીમલીયાવાડના
ઉપાશ્રયમાં વડોદરાની કોલેજીયન ધાર્મિક વિધિ માટે પરિવાર સાથે બોલાવી હતીઃ બાદમાં એકાંત
રૃમમાં દુષ્કૃત્ય કર્યું
જૈન મુનિને સંભવતઃ આજે સજા સંભળાવાશે
આજથી
આઠ એક વર્ષ પહેલા સુરતના નાનપુરા ટીમલીયાવાડ સ્થિત દિગંબર જૈન ઉપાશ્રયમા મૂળ
મધ્યપ્રદેશની વતની તથા વડોદરામાં રહેતી 19 વર્ષીય શ્રાવીકા યુવતિને પરિવાર સાથે
ધાર્મિક વિધિના નામે બોલાવી દુષ્કર્મ આચરવાના ગુનામાં અઠવા પોલીસે જેલભેગા કરેલાં
આરોપી દિગંબર જૈન મુની શાંતિ સાગરજી મહારાજ ને આજે એડીશ્નલ સેશન્સ જજ એ.કે.શાહે
ઈપીકો-376(1) તથા 376(2)(એફ) એમ બંને ગુનામાં આરોપીને દોષિત ઠેરવી સજાનો
હુકમ આવતીકાલ સુધી મુલત્વી રાખ્યો છે.
મૂળ
મઘ્યપ્રદેશની વતની તથા વડોદરા ખાતે રહેતી 19 વર્ષની ભોગ બનનાર શ્રાવિકા યુવતીએ ગઈ તા.1-10-2017
ના રોજ નાનપુરા ટીમલીયાવાડ ખાતે આવેલા મહાવીર દિગંબર જૈન ઉપાશ્રયમાં બિરાજમાન મૂળ
મઘ્યપ્રદેશના ગુનાના વતની 49 વર્ષીય આરોપી શાંતિ સાગરજી
મહારાજ ઉર્ફે (ગીરીરાજ )સજનલાલ શર્મા વિરુદ્ધ અઠવા પોલીસમાં ઈપીકો –376 (1), 376(2)(એફ ) હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ માર્ચ –2017થી
ફરિયાદી શ્રાવિકા યુવતી તથા તેના પરિવારે
આરોપી શાંતિ સાગરજી ને ગુરુ માન્યા હતા. જે વિશ્વાસનો ફાયદો ઉઠાવીઆરોપી
શાંતિસાગરજી મહારાજે ે બનાવના દિવસે શ્રાવિકા તથા તેના માતા-પિતા તથા ભાઈ સાથે રાત્રે દર્શન કરવા માટે
બોલાવ્યા હતા. માતાપિતાને વિધી કરવાના બહાને અલગ રૃમમાં બેસાડીને જાપ જપવા જણાવીને
‘ગમે તે થઈ જાય પણ હું ના કહું ત્યાં સુધી તમારે આ ગોળ
ચક્કરમાંથી બહાર આવવાનું નથી‘ એમ કહેતા તેમણે જાપ ચાલુ
રાખ્યા હતા.
દરમિયાન
જૈન મુનિએ ભાગ બનનાર શ્રાવિકા અને તેના ભાઇને ઇશારો કરી પોતાની સાથે લઇ ગયા બાદ
શ્રાવિકાને અન્ય રૃમમાં એકલી લઇ ગયા હતા. જ્યાં જૈન મુનિએ ‘આજે દિવસ સારો છે તારે શું જોઈએ
છે? પુછતા પીડિતાએ મારા માતા પિતા અને હું ખુશ રહીએ તેમ જવાબ
આપ્યો હતો. જેથી જૈન મુનિએ ભોગ બનનારના શરીર પર હાથ ફેરવીને કપડા કાઢી નાખીને ચટાઈ
પર સુઈ જવાનું કહીને ધાક ધમકી આપી હતી કે ‘જરા પણ અવાજ થશે
તો તારા મમ્મી પપ્પાને કંઈક થઈ જશે‘
બાદમાં ધાર્મિક વિધીના બહાને શ્રાવિકા સાથે દુષ્કર્મ કર્યું
હતું. ત્યારબાદ ધમકી આપી હતી કે, હું જ્યારે જ્યારે તને બોલાવું ત્યારે તારે આવવું પડશે અને કોઈને
આ વાત કહીશ તો તારા માતાપિતા મરી જશે.
ફરિયાદ
બાદ દિગંબર જૈનમુની શાંતિસાગરજી મહારાજની અઠવા પોલીસના પીઆઈ કે.કે.ઝાલાએ ધરપકડ કરી
હતી. બાદાં 51 પંચસાક્ષી તથા ૬૨ દસ્તાવેજી પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કર્યુ ંહતું. આઠ
વર્ષથી જેલવાસ ભોગવતા આરોપી જૈનમુનિ સામે કેસની અંતિમ સુનાવણી બાદ આજે મોડી સાંજે
કોર્ટે આરોપી શાંતિસાગરજી મહારાજને ઈપીકો-376(1) તથા 376(2)(એફ)ના ગુનામાં
દોષિત ઠેરવી સજાનો ચુકાદો આવતીકાલે તા.૫મી એપ્રિલે જાહેર કરવા હુકમ કર્યો છે.
પીછીં માટે
બોલી લગાવ્યા બાદ 40 ટકા રકમ પરત નહી અપાતા 13 દિવસ બાદ દ્વેષભાવી
ફરિયાદ કરી છેઃ બચાવપક્ષ
આરોપી જૈન મુનિના બચાવપક્ષે મુખ્યત્વે એવો બચાવ લીધો હતો કે
ફરિયાદી શિક્ષિત હોવા છતાં બનાવના 13 દિવસ
બાદ વિલંબિત ફરિયાદ કરી છે. જે અંગે કોઈ અગમ્ય કારણસર એનો બદઈરાદો છે. પરવત પાટીયા સ્થિત જૈન દેરાસરમાં પીછી
પરિવર્તનના કાર્યક્રમ દરમિયાન ફરિયાદીના પરિવારના સભ્યોએ જૈન મુનિની પીછી માટે બોલી લગાવી હતી.ત્યારબાદ
ફરિયાદીના પરિવારના સભ્યોએ આરોપી જૈન મુનિ પાસે જઈને 40 ટકા
રકમ પરત માંગી હતી તે આપવા ઈન્કાર કરતાં 13 દિવસ બાદ ફરિયાદ
નોંધાવી હતી. જેથી ફરિયાદ પાછળ પીછી પરિવર્તન કાર્યક્રમમા બોલીના
મુદ્દે થયેલા નાણાકીય વિવાદને કારણભૂત હોય ફરિયાદ દ્વેશભાવે કરવામાં આવી હોવાની
દલીલ થઇ હતી.
ેમેડીકલ
તપાસ દરમિયાન ભોગ બનનાર સાથે શરીરસંબંધ બાંધ્યાનું આરોપી જૈન મુનિએ જણાવ્યું હતું
નવી સીવીલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ વેળા તબીબ સમક્ષની
હિસ્ટ્રીમાં આરોપીએ ભોગ બનનાર સાથે તેની
સંમતિથી શરીર સંબંધ બાંધ્યો હોવાનું જણાવ્યું હતુ.જ્યારે ભોગ બનનાર ફરિયાદી
શ્રાવિકાએ તબીબી તપાસ દરમિયાન હિસ્ટ્રી આપતાં જણાવ્યું હતું કે શાંતિ સાગર મહારાજે
તેની સાથે કોઈપણ પ્રકારની સંમતિ વિના બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધીને ધમકી આપી
હતી કે જો તે સંમતિ નહી ંઆપે તો તેના માતા પિતા મૃત્યુ પામશે. જેથી આરોપી ધાર્મિક સંપ્રદાયના વડા હોઈ આઠ વર્ષોથી એકથી
વધુવાર કરેલી જામીનની માંગને કોર્ટે આરોપી સામે ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ
હોઈ સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના દર્શાવીને નકારી કાઢી હતી.
ે
કેસની
મુદત વેળા કોર્ટરૃમ બહાર કોઇ ચોખી નાંખી જતું હતું
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શુક્રવાર
ચકચારી શ્રાવિકા દુષ્કર્મ કેસમાં છેલ્લાં આઠ વર્ષોથી ચાલી
રહેલી કેસ કાર્યવાહીની મુદત દરમિયાન અગાઉ સુરતની
એપેલેટ કોર્ટમાં ન્યાયિક ફરજ બજાવી ચુકેલા
એક મહીલા જ્યુડીશ્યલ ઓફીસરની કોર્ટ ર-મની બહાર કોઈ ચોખા વેરી જતું હતુ. તે
અંગે જે તે સમયે તેમણે મદદનીશ સરકારી વકીલનું પણ ધ્યાન દોર્યું હતું.
ર
20 વર્ષથી લઇ આજીવન કેદ સુધીની સજા થઇ શકે
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શુક્રવાર
શ્રાવિકા
દુષ્કર્મ કેસમાં અઠવા પોલીસે લગાડેલી ગુનાની કલમો ઈપીકો-376(1) તથા 376(2)(એફ) હેઠળનો ગુનો
ફરિયાદપક્ષે નિઃશકપણે સાબિત કર્યો હોઈ કોર્ટે આરોપી જૈન મુનિ શાંતિ સાગરજી
મહારાજને બંને ગુનામાં આજે દોષિત ઠેરવતો હુકમ કર્યો છે.જેમાં ઈપીકો-376(2)(એફ) મુજબ કોઈ મહીલા સાથે બળાત્કાર કરનાર આરોપી કે જે તેના
સંબંધી,શિક્ષક,વાલી કે તે મહીલા પ્રતિ
વિશ્વાસ કે અધિકારની સ્થિતિમાં હોય છે.આ ગુનાની કલમ હેઠળ આરોપીને દશ વર્ષ કે આજીવન
કેદ અને રૃ.1 હજારની સજાની જોગવાઈ છે.જ્યારે ઈપીકો-376(1)ના ગુનામાં પણ દોષિતને ઓછામાં ઓછી દશ પણ
આજીવન સુધી મહત્તમ સજા અને દંડની જોગવાઈ
છે.