Jamnagar Wall Collapsed : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુડસીયા ગામમાં રહેતી પુષ્પાબેન રમેશભાઈ ભંડેરી નામની 45 વર્ષની પટેલ મહિલા, કે જે ગઈકાલે પોતાના મકાનની પાછળ આવેલા ગાયને બાંધવાના વાડામાં કામ કરી રહી હતી, જે દરમિયાન કાચા બેલાની દીવાલનો હિસ્સો પુષ્પાબેન પર ધસી પડ્યો હતો, અને તેણી દિવાલની કાટમાળ નીચે દબાઈ ગઈ હતી.જેમાં તેણીને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ રમેશભાઈ ગાંડુભાઇ ભંડેરીએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલમાં પહોંચી મૃતદેહનો કબજો સંભાળી સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.