Surat Crime: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છાશવારે બુટલેગરો વિવિધ પ્રકારે દારૂ ગુજરાતમાં પહોંચાડતા ઝડપાયા છે. સુરતમાં પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કાફે ડિલિવરીની આડમાં દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે. પોલીસે તપાસ કરતાં વાનમાંથી 100 જેટલી વિદેશી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતાં.
આ પણ વાંચોઃ આણંદના ઓડ ખાતે બિયર ભરેલા બીનવારસી વાહનના કિસ્સામાં વોન્ટેડ બુટલેગર વડોદરામાં પકડાયો
શું હતી ઘટના?
સુરતના ઉધનામાં અજય કાફેની ડિલિવરી વાનમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે ઉધનાના લક્ષ્મીનારાયણ કમાઉન્ડમાંથી કાફેની આડમાં વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો છે. ટેમ્પોમાં નાના-મોટા 100 જેટલાં કેન ભરીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે વિદેશી દારૂ સાથે કુલદીપ ચનિયારા, અશ્વિન કુમાર અને નીતિન અંબોરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ જામનગરમાં ટેમ્પો ટ્રાવેલ્સમાં કુટણખાનું ચલાવનાર નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રને જેલમાં ધકેલી દેવાયો
પોલીસ તપાસમાં થયો ખુલાસો
પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં આરોપીઓ દક્ષિણ ગુજરાતમાં આવેલા અજય કાફેમાં સામાન ડિલિવરી કરવા બંધ બોડીના વાનનો ઉપયોગ કરતા હતા. આ શખસો સામાન ડિલિવરી કરવા માટે સુરતથી વાપી સુધી જાય છે અને પરત ફરતા વખતે દમણથી વાનમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. હાલ પોલીસે ત્રણ આરોપી સહિત વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન સહિત 2.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.