જામનગરમા રણજીત સાગર રોડ ઉપર રહેતા ટ્રાન્સપોર્ટ ના ધંધા સાથે સંકળાયેલા ઈરફાન હાજીભાઈ ખફી તથા તેના પરીવાર ના સભ્યો એ નવસારી જીલ્લાના ખુધ ગામના રહેવાસી અને પ્રોપર્ટી ડિલરનું કામ કરતા મેરામણભાઈ રામદેભાઈ ભાટીયા વચ્ચે નવસારી જીલ્લાના કાંગવાઈ ગામની જમીનનો વ્યવહાર થયેલ. જેની અવેજની રકમ ઈરફાનભાઈ ખફી એ પૂરે-પૂરી મેરામણભાઈ ભાટીયા ને ચુકવી આપી હતી. જે સોદો રદ થતા મેરામણભાઈ ભાટીયા એ અવેજની રકમ રૂ. ચાલીસ લાખ ની ચુકવણી કરવા અલગ-અલગ રકમના ચેકો આપ્યા હેતા. જે પૈકી રૂ. આઠ લાખ નો ચેક પરત ફર્યો હતો. જે અંગે ઈરફાનભાઈ એ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 હેઠળ ફરીયાદ કરી હતી.
જે કેસ મે.અડી.ચીફ.જયુડી.મેજી. જામનગર આર.બી. ગોસઈની કોર્ટમા ચાલી જતા તમામ દલીલો સંભળાયા પછી આરોપી મેરામણભાઈ ભાટીયા ને એક વર્ષની સજા તથા રૂ. આઠ લાખ નો દંડ અને દંડ ની રકમ ફરીયાદી ને વળતર સ્વરૂપે ચુકવવા હુકમ કરેલ છે. ફરીયાદી તરફે વકીલ અશોક એસ. ગાંધી રોકાયા હતા.