Clash Between Two Groups In Nuh: હરિયાણાના નુહમાં એક ગામમાં સોમવારે ઈદની નમાજ બાદ એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ થતાં પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે. આજે સવારે નવ વાગ્યે તિરવાડા ગામમાં આવેલી ઈદગાહમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.
પોલીસે જણાવ્યા અનુસાર, રમઝાન ઈદ નિમિત્તે સવારની નમાજ અદા કરવામાં આવેલા રાશિદ અને સાજિદ નામના બે વ્યક્તિના જૂથ વચ્ચે અંગત અદાવતના કારણે ઝપાઝપી થઈ હતી. માહિતી મળતાં પોલીસ ટીમ તુરંત ગામમાં પહોંચી હતી. અને પરિસ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.