Ramnavami in West Bengal: રામ નવમીનો ઉત્સવ સમગ્ર દેશમાં ધૂમધામથી મનાવવામાં આવ્યો. પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં શોભાયાત્રા અને રેલીઓ યોજાઈ હતી. ત્યારે રામ નવમી પર રાજનીતિ પણ થઈ રહી છે. ભાજપના આઈડી સેલના પ્રમુખ અમિત માલવીયે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા.
સોશિયલ મીડિયા X પર તેમણે લખ્યું હતું કે, રામ નવમી પર પશ્ચિમ બંગાળ ભગવા સાગરમાં બદલાઈ ગયું, તેમ છતાં મમતા બેનર્જીએ આ લીલો રંગ આપવાનો પ્રયાસ કર્યો.