– તારાપુર- સોજીત્રા રોડ ઉપર આવેલા
– દારૂની 14 પેટી જપ્ત કરી તારાપુરના ફાર્મ હાઉસના માલિક વિરૂદ્ધ ગુનો દાખલ
તારાપુર : તારાપુર- સોજીત્રા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં ગત મોડી રાતે તારાપુર પોલીસે દરોડો પાડયો હતો. દરોડામાં ફાર્મ હાઉસના મકાનના રસોડામાં ગુપ્ત ખાનું બનાવી સંતાડેલો રૂા. ૩.૦૮ લાખના દારૂની ૧૪ પેટી જપ્ત કરી ફાર્મ હાઉસના માલિક વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરાઈ છે.
તારાપુર પોલીસ ગત મોડી સાતે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તારાપુર ખાતે રહેતો કુલદીપસિંહ નવલસિંહ શિણોલ તારાપુર સોજીત્રા રોડ ઉપર પંડયા તલાવડી સીમ વિસ્તારમાં આવેલા પોતાના ફાર્મ હાઉસના મકાનમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં દારૂ સંગ્રહ કરી વેચાણ કરતો હતો. ત્યારે ફાર્મ હાઉસમાં પોલીસે દરોડો પાડી તપાસ કરતા મકાનના રસોડાની દિવાલ વચ્ચેના ભાગે ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. દરવાજા ઉપર સરોડામાં લગાવેલી ટાઈલ્સો જ લગાવી દીધી હતી. ગુપ્ત ખાનું ખોલતાં તેમાંથી રૂા. ૩,૦૭,૫૮૪ના દારૂની ૧૪ પેટીમાં ૧૬૮ બોટલો દારૂ મળી આવ્યો હતો. મુદ્દામાલ જપ્ત કરી તારાપુર પોલીસે ફાર્મ હાઉસ માલિક કુલદીપસિંહ નવલસિંહ શિણોલ રહે. તારાપુરવાળા વિરૂદ્ધ ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.