
મુંબઈ : અમેરિકામાં ૪૦ દિવસથી ચાલી રહેલા શટડાઉનનો અંત આવવાના મળેલા સંકેતને પરિણામે વૈશ્વિક સોનાચાંદી બજારમાં મોટો ઉછાળો આવ્યો હતો. અમેરિકાના આર્થિક ડેટા નબળા આવતા વ્યાજ દરમાં વધુ કપાતની શકયતા પણ વધી ગઈ છે તેને કારણે પણ કિંમતી ધાતુના ભાવને ઈંધણ મળ્યું છે. ડોલરમાં નબળાઈને કારણે પણ ફન્ડ હાઉસોનું ગોલ્ડમાં આકર્ષણ રહ્યું હતું.
વિશ્વ બજારમાં સોનામાં એક જ દિવસમાં ૯૦ ડોલરનો ઉછાળો આવ્યો હતો અને ભાવ ફરી ૪૧૦૦ ડોલરની નજીક પહોંચી ગયા હતા. ચાંદીએ ૫૦ ડોલરની સપાટી પાર કરી હતી.










