Vadodara : નાગરવાડા નવીધરતી વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાયા બાદ કોર્પોરેશનએ નવી પાણીની લાઈનમાં સ્કાવરિંગની કામગીરી હાથ ધરતા 100 કી. ગ્રા.થી વધુ કચરો નીકળ્યો હતો.
ઉનાળાની શરૂઆત સાથે શહેરમાં ઠેર-ઠેર પાણીની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ગતરોજ રવિવારની રાત્રે નાગરવાડા નવીધરતી વિસ્તારના રહીશોએ છેલ્લા 10 દિવસથી પાણી ન મળતું હોવાનું જણાવી પાણી વિતરણ કરાતા બૂસ્ટર ખાતે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. દરમ્યાન આજરોજ કોર્પોરેશનએ કાસમઆલા કબ્રસ્તાન અને નવીધરતી બુસ્ટર પાસે નવી લાઈનમાં સ્કાવરિંગની કામગીરી હાથ ધરાઈ હતી. કાસમઆલા કબ્રસ્તાન ખાતે પાણીની લાઇનમાં સ્કાવરિંગ કરાતા 40 કી.ગ્રા તથા નવી ધરતી બુસ્ટર ખાતેથી 70 કી.ગ્રા જેટલો કચરો નીકળ્યો હતો.