World Hemophilia Day : 17મી એપ્રિલના દિવસે હિમિફિલિયા નામના રોગ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ માટે વિશ્વ હિમોફેલિયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઊતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્તના ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે. સુરતમાં હિમોફેલિયાના 500 થી 600 કેસો છે. અને દર મહિને 4થી 5 નવા કેસો સિવિલ હોસ્પિટલમાં આવે છે.
રક્ત ગંઠાઈ જવાની બીમારી એટલે કે હિમોફેલિયા. આનુવંશિક ગણાતી આ બીમારીમાં દર્દીને જ્યારે વાગે તો લોહી બંધ થતું નથી અને રક્તની અછતના કારણે વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. એક સમય હતો કે જ્યારે હિમોફેલિયાના દર્દીઓને લોહીની બોટલો ચડાવવી પડતી હતી, પરંતુ હવે સરકાર દ્વારા હિમોફેલિયાના દર્દીઓ માટે જીનેટીક એન્જિનિયરિંગ ઇન્જેક્શન ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવી રહ્યા છે, જેના કારણે દર્દીઓ એકથી બે કલાકમાં જ રિકવર થઈ જાય છે. સમગ્ર ગુજરાતમાં હિમોફીલયાના 6000 જેટલા કેસો છે જેમાંથી 500 થી 600 માત્ર સુરત શહેરમાં છે. આ તમામ દર્દીઓ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હિમોફેલિયાના દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવે છે તે ખાનગી હોસ્પિટલોમાં મળતું નથી તે માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલમાં મળે છે. કારણ કે આ ઇન્જેક્શન ખૂબ જ મોંઘુ હોય છે.
નવી સિવિલ હોસ્પિટલ સુરતના હીમોફીલિયા ડિપાર્ટમેન્ટના નોડલ ઓફિસર ડોક્ટર ડોક્ટર ક્રિસ્ટન ગામીતએ કહ્યું કે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હીમોફીલિયાના દર્દીઓ નિશુલ્ક સારવારનો લાભ લઇ છે. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે હીમોફીલિયાના દર્દીઓમાં થતી બ્લીડિંગને અટકાવવા માટે લાખો રૂપિયાના ફેકટર 8,9,7 ફેઇબા વોન વિલેબ્રન્ડ નિશુલ્ક આપવામાં આવે છે. બીજી તરફ મહિલાઓમાં પણ આવી બીમારી ક્યારેક જોવા મળે છે. 1000 પુરુષે એક મહિલામાં આ બીમારી થાય છે. જેથી તેને પણ નજરઅંદાઝ ન કરી શકાય.રક્તસ્રાવની વિકૃતિઓ ધરાવતા લોકોમાં, રક્ત ગંઠાઈ જવાની પ્રક્રિયા યોગ્ય રીતે કામ કરતી નથી, પરિણામે તેઓ સામાન્ય કરતાં વધુ સમય સુધી રક્તસ્ત્રાવ થઈ શકે છે, અને કેટલાક લોકોને સ્વયંસ્ફુરિત રક્તસ્રાવનો અનુભવ થઈ શકે છે.સાંધા, સ્નાયુઓ અથવા તેમના શરીરના અન્ય ભાગોમાં જે વિકાસલક્ષી અને કાયમી ગતિશીલતા સમસ્યાઓ તરફ દોરી શકે છે.
હીમોફીલિયા ડોક્ટર ફિઝિયો નિશાંત તેજવાણીએ કહ્યું કે નિયમિત કસરતો અને ફિઝિયોથેરાપી સારવારથી હીમોફીલિયાના દર્દીઓને બ્લિડિંગના એપિસોડ ઘટી જાય છે જેથી એમને ફેક્ટરની ઓછી જરૂર પડતી હોય છે, ફિઝીયોથેરાપી સારવારથી એમના સ્નાયુઓ મજબૂત થાય છે સાંધાની મોબિલીટી વધે છે અને અંતે હીમોફીલિયાના દર્દની Quality of Life સુધરે છે. વિશ્વભરમાં વારસાગત રક્તસ્ત્રાવ વિકૃતિઓ સાથે જીવતા મોટા ભાગના લોકો હજુ પણ નિદાન, સારવાર અને સંભાળની ઍક્સેસ ધરાવતા નથી.
એક સમય હતો જ્યારે હિમોફેલીયાના દર્દીઓનું આયુષ્ય 30 થી 35 વર્ષ જ હતું, પરંતુ હવે નવી ટેક્નોલોજી અને ઇન્જેક્શનો અને સારવારના કારણે તેઓ 60 વર્ષ સુધી જીવી શકે છે. માત્ર તેઓએ રેગ્યુલર સારવાર અને ઇન્જેક્શન લેવાની જરૂર હોય છે.