મુંબઈ : બહારી માગ પર ભારતની ઓછી નિર્ભરતાને કારણે તેને અમેરિકાની ટેરિફ વોરની ખાસ અસર જોવા નહીં મળે એમ જણાવી રેટિંગ એજન્સી ફીચે નાણાં વર્ષ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસ દર (જીડીપી)ના ૬.૫૦ ટકાના અંદાજને જાળવી રાખ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૭માં પણ ભારતનો આર્થિક વિકાસ દર છ ટકાથી વધુ રહી ૬.૩૦ ટકા રહેવા ફીચ દ્વારા ધારણાં મૂકવામાં આવી છે.
નાણાં વર્ષ ૨૦૨૬ માટેના ૬.૫૦ ટકાના અંદાજને જાળવી રખાયો છે જ્યારે નાણાં વર્ષ ૨૦૨૭ માટેનો અંદાજ ૬.૨૦ ટકા પરથી વધારી ૬.૩૦ ટકા મુકાયો હોવાનું ફીચના રિપોર્ટમાં જણાવાયું છે.
રિઝર્વ બેન્કે આગામી નાણાં વર્ષ માટે જીડીપી અંદાજ ૬.૭૦ ટકા મૂકયો છે. ભારતમાં ઉપભોગતા તથા વેપાર વિશ્વાસ મજબૂત છે એટલું જ નહીં ઈન્ફ્રાસ્ટ્રકચર વિસ્તરણ ઈન્વેસ્ટમેન્ટને ટેકો આપી રહ્યું છે. ક્ષમતા ઉપયોગીતા ઊંચી જળવાઈ રહી છે અને નિકાસમાં પણ વધારો જોવા મળી રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વર્તમાન નાણાં વર્ષ માટે ૬.૪૦ ટકાની ધારણાં મૂકવામાં આવી છે. ભારતમાં ફુગાવો રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટની નજીક સરકી રહ્યો હોવાનું ધ્યાનમાં રાખી ફીચે વ્યાજ દરમાં કપાતને લઈને આશાવાદ વ્યકત કર્યો છે.
Tags: economicfiscalFitchforecastGANDHINAGAR METRO NEWSgrowthraisesrateyearઅદજમઆગમઆરથકદરનદવરનણફચમટનવકસવધરવરષ