મુંબઈ : યુક્રેન-રશીયા વચ્ચેના યુદ્વનો અંત લાવવા ગઈકાલે અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાટાઘાટમાં રશીયાના પ્રમુખ પુતિને કેટલીક આકરી શરતો સાથે તૈયારી બતાવતાં આ યુદ્વનો અંત વહેલો આવવા વિશે અનિશ્ચિતતા કાયમ રહેતાં આજે વૈશ્વિક બજારો પર એકંદર નેગેટીવ અસર જોવાઈ હતી. જ્યારે બીજી તરફ ભારતીય શેર બજારો ઓવરસોલ્ડ પોઝિશનમાં હોવાથી અને નાણા વર્ષ ૨૦૨૪-૨૫નો અંત આવી રહ્યો હોઈ માર્ચ એન્ડિંગ પૂર્વે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલાડીઓએ ચોપડે નફા-નુકશાનની એન્ટ્રીઓ લેવાની કવાયત સતત કરતાં અને પાછલા દિવસોમાં ઉછાળે વેચેલા સારા શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં આજે સતત બીજા દિવસે તેજીનો દોર આગળ વધ્યો હતો. આ સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ, એફઆઈઆઈઝ) પણ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે કેશમાં નેટ વેચવાલમાંથી નેટ ખરીદદાર બનતાં ઉડાઉડ અટકી આવેલા મોટા ઉછાળાને પગલે આજે મજબૂતી જોવાઈ હતી. કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજી ચાલુ રહ્યા સાથે હેલ્થકેર-ફાર્મા, મેટલ-માઈનીંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ, બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ઉપરમાં ૭૫૫૬૮.૩૮ સુધી જઈ અંતે ૧૪૭.૭૯ પોઈન્ટ વધીને ૭૫૪૪૯.૦૫ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૨૯૪૦.૭૦ સુધી પહોંચી અંતે ૭૩.૩૦ પોઈન્ટ વધીને ૨૨૯૦૭.૬૦ બંધ રહ્યો હતો.
ભારત ડાયનામિક્સ રૂ.૭૨, રેલ વિકાસ રૂ.૨૦, ટીટાગ્રહ રૂ.૪૨, એલએમડબલ્યુ રૂ.૭૧૭ ઉછળ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે સતત બીજા દિવસે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. ભારત ડાયનામિક્સ રૂ.૭૧.૬૫ ઉછળી રૂ.૧૧૯૮.૨૫, રેલ વિકાસ નિગમ રૂ.૨૦.૪૫ વધીને રૂ.૩૫૩.૬૦, ટીટાગ્રહ રૂ.૪૧.૯૦ વધીને રૂ.૭૫૨.૪૦, સુઝલોન રૂ.૨.૮૦ વધીને રૂ.૫૭.૭૮, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૭૧૭.૭૦ વધીને રૂ.૧૫,૯૮૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૬૦.૫૦ વધીને રૂ.૩૭૩૯.૫૫, એનબીસીસી રૂ.૩.૫૪ વધીને રૂ.૮૩.૩૧, સીજી પાવર રૂ.૨૭.૬૦ વધીને રૂ.૬૬૨.૫૦, થર્મેક્સ રૂ.૧૦૦.૮૦ વધીને રૂ.૩૩૭૬.૮૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૭૦.૭૦ વધીને રૂ.૨૯૯૯.૬૫, શેફલર રૂ.૬૯ વધીને રૂ.૩૪૪૯, સિમેન્સ રૂ.૯૩.૮૦ વધીને રૂ.૫૨૦૨.૪૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૪૭.૭૫ વધીને રૂ.૩૩૧૮.૮૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૪.૭૫ વધીને રૂ.૨૮૯.૯૫, કલ્પતરૂ પાવર રૂ.૧૫.૭૦ વધીને રૂ.૯૨૪ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૩૦.૪૮ પોઈન્ટ ઉછળીને ૬૦૭૬૮.૦૪ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં તેજી : એસએમએસ ફાર્મા, ઈન્દ્રપ્રસ્થ મેડી, મેક્સ હેલ્થ, વોખાર્ટ, અમી ઓર્ગેનિક્સમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં સતત બીજા દિવસે ફંડોની વ્યાપક તેજી રહી હતી. એસએમએસ ફાર્મા રૂ.૨૦.૪૦ વધીને રૂ.૨૧૧.૬૦, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૩૨.૬૫ વધીને રૂ.૩૮૭.૬૫, મેક્સ હેલ્થ રૂ.૬૭.૫૫ વધીને રૂ.૧૦૮૫, સુવેન રૂ.૬.૨૦ વધીને રૂ.૧૨૪.૪૫, વોખાર્ટ રૂ.૬૭.૬૫ વધીને રૂ.૧૪૨૧.૬૦, થેમીસ મેડી રૂ.૬.૬૫ વધીને રૂ.૧૫૬.૪૦, અમી ઓર્ગેનિક રૂ.૯૭.૮૫ વધીને રૂ.૨૩૫૮.૧૦, ડીકાલ રૂ.૯.૫૫ વધીને રૂ.૨૨૬.૫૦, સોલારા રૂ.૨૪.૨૦ વધીને રૂ.૫૦૮.૪૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૦૯.૦૫ પોઈન્ટ વધીને ૪૦૯૮૫.૮૦ બંધ રહ્યો હતો.
હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૭ ઉછળી રૂ.૪૫૪ : સેઈલ, એપીએલ અપોલો, એનએમડીસીમાં આકર્ષણ
ચાઈનાના સ્ટીમ્યુલસ પેકેજની અપેક્ષાએ અને સ્ટીલ પરની આયાત ડયુટીમાં વધારો કરવાની ભલામણ વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં આકર્ષણ યથાવત રહ્યું હતું. હિન્દુસ્તાન ઝિંકને એનએસઈ, બીએસઈ દ્વારા દંડ ફટકાર્યાના સમાચાર સામે વેદાન્તા દ્વારા ડિમર્જરના અહેવાલ વચ્ચે હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૭.૬૦ વધીને રૂ.૪૫૪.૨૦ રહ્યો હતો. સેઈલ રૂ.૪.૩૫ વધીને રૂ.૧૧૩.૨૫, એપીએલ અપોલો રૂ.૫૪.૯૦ વધીને રૂ.૧૪૮૮, એનએમડીસી રૂ.૧.૯૨ વધીને રૂ.૬૮.૭૭, ટાટા સ્ટીલ રૂ.૩.૯૦ વધીને રૂ.૧૫૮.૫૫, કોલ ઈન્ડિયા રૂ.૬.૬૫ વધીને રૂ.૩૯૫.૭૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૩.૫૦ વધીને રૂ.૧૦૩૨ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૨૮.૬૫ પોઈન્ટ વધીને ૩૧૦૧૯.૮૦ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સતત મજબૂતી : ડિક્સન રૂ.૧૧૫ વધી રૂ.૧૩,૪૩૩ : ક્રોમ્પ્ટન, વોલ્ટાસ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે સતત પસંદગીની ખરીદી રહી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૧૧૪.૯૫ વધીને રૂ.૧૩,૪૩૩.૨૫, ક્રોમ્પ્ટન રૂ.૫.૯૫ વધીને રૂ.૩૪૯.૫૫, વોલ્ટાસ રૂ.૨૩.૭૫ વધીને રૂ.૧૪૨૪.૪૦, કલ્યાણ જવેલર્સ રૂ.૨.૬૦ વધીને રૂ.૪૩૩.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૫૪.૩૩ પોઈન્ટ વધીને ૫૫૧૯૧.૩૧ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આકર્ષણ : યશ બેંક, ફેડરલ બેંક, બીઓબી, કેનેરા બેંક, ઈન્ડસઈન્ડ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. યશ બેંક ૫૯ પૈસા વધીને રૂ.૧૭.૦૩, ફેડરલ બેંક રૂ.૫.૯૫ વધીને રૂ.૧૮૬.૨૦, બેંક ઓફ બરોડા રૂ.૪.૩૦ વધીને રૂ.૨૧૩.૭૫, કેનેરા બેંક રૂ.૧.૬૪ વધીને રૂ.૮૫.૫૬, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૦.૬૫ વધીને રૂ.૬૯૨.૩૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૮ વધીને રૂ.૭૪૫.૦૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૩૧.૨૩ પોઈન્ટ વધીને ૫૭૧૪૧.૦૬ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં તેજીને બ્રેક : સાસ્કેન રૂ.૭૫, માસ્ટેક રૂ.૧૨૦, ટેક મહિન્દ્રા રૂ.૩૫, ટીસીએસ રૂ.૫૬ તૂટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફરી નાસ્દાકમાં નરમાઈ પાછળ તેજીને બ્રેક લાગી હતી. સાસ્કેન રૂ.૭૫.૧૫ ગબડીને રૂ.૧૪૧૫, માસ્ટેક રૂ.૧૨૦.૫૦ ઘટીને રૂ.૨૩૧૮.૮૫, ટેક મહિન્દ્રા રૂ.૩૪.૮૦ ઘટીને રૂ.૧૩૯૬.૩૫, ટીસીએસ રૂ.૫૫.૫૦ ઘટીને રૂ.૩૪૯૭.૧૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૫ ઘટીને રૂ.૧૫૪૩.૫૦, કોફોર્જ રૂ.૨૨.૮૫ ઘટીને રૂ.૭૫૫૪.૪૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૮૩.૧૦ ઘટીને રૂ.૪૩૬૪.૬૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફંડો, ખેલંદાઓની વ્યાપક તેજી : ૨૯૮૬ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના અનેક શેરોમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ફરી વ્યાપક તેજી કરતાં આજે માર્કેટબ્રેડથ અત્યંત પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૬૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૯૮૬ અને ઘટનારની સંખ્યા ૧૦૬૮ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૧૫ લાખ કરોડ વધીને રૂ.૪૦૫ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોની સતત તેજી સાથે આજે બીજા દિવસે પણ એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં આક્રમક તેજી કરતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૧૫ લાખ કરોડ વધીને રૂ.૪૦૫ લાખ કરોડનો આંક પાર કરી ગયું હતું.
FPIs/FII કેશમાં રૂ.૧૦૯૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૧૪૧ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજેબુધવારે શેરોમાં ફરી વેચવાલ બનતાં આજે કેશમાં રૂ.૧૦૯૬.૫૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૧૪૦.૭૬ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.