વડોદરા,ખોડિયાર નગર વિસ્તારમાં ગત રાતે રોડની સાઇડમાં પાર્ક કરેલા સાત થી આઠ વાહનોને ટક્કર મારનાર નશેબાજ કાર ચાલક ડોક્ટરના ફેમિલીને લેવા માટે ડભોઇથી નીકળી ભાયલી જતો હોવાની વિગતો બહાર આવી છે.
ગઇકાલે રાતે ખોડિયાર નગર ચાર રસ્તાથી વારસિયા રીંગ રોડ તરફ જવાના રોડ પર પૂરઝડપે આવતા નશેબાજ કાર ચાલકે અકસ્માતની વણજાર સર્જી હતી. રોડની સાઇડ પર પાર્ક કરેલી બે રિક્ષા અને ટુ વ્હીલર સહિત સાત થી આઠ વાહનોને ટક્કર મારી હતી. રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડયો હતો. બનાવની જાણ થતા ડીસીપી પન્ના મોમાયા તથા વારિસયા પોલીસ સ્ટેશનના પી.આઇ.