Former BJP MP Pragya Thakur’s statement: ભાજપના પૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુરનું એક નિવેદન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. તેમણે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં મંદિરો પાસે પ્રસાદ વેચનારાઓ પર નજર રાખવા વિશે કહ્યું છે. તેમણે કહ્યું કે, જો કોઈ બિન હિન્દુ પ્રસાદ વેચતો જોવા મળે તો તેને જેટલો મારી શકાય તેટલો મારો, મારપીટ કર્યા પછી તેેને સરકારને સોપી દો.
આ પણ વાંચો: VIDEO : પતિ સાથે ગરબા રમતી 19 વર્ષની પત્નીનું હાર્ટઍટેકથી નિધન, ચાર મહિના અગાઉ જ થયા હતા લગ્ન
પ્રસાદ વેચનાર હિન્દુ ન હોય તો, તેની સામે કાર્યવાહી કરો
ભોપાલના પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે રવિવારે એક નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો હતો. તેમણે ભોપાલમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના એક કાર્યક્રમમાં હિન્દુ શ્રદ્ધાળુઓને જૂથ બનાવીને તપાસ કરવા વિનંતી કરતાં કહ્યું કે, મંદિરોની આસપાસ કોણ પ્રસાદ વેચી રહ્યું છે તેની તપાસ કરો અને જો પ્રસાદ વેચનાર હિન્દુ ન હોય તો, તેની સામે કાર્યવાહી કરો.
‘મંદિરમાં પ્રવેશવા માટે મંજૂરી ન આપવી જોઈએ’
પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, ‘જો તમને કોઈ બિન-હિન્દુ પ્રસાદ વેચતો જોવા મળે તો તેને શક્ય હોય તેટલો માર મારો, અને પછી તેને સરકારના હવાલે કરી દો. તેમજ ભક્તોએ બિન-હિન્દુ વિક્રેતાઓ પાસેથી પ્રસાદ લેવાનો ઇનકાર કરવો જોઈએ અને તેઓને વેચવા કે મંદિરમાં પ્રવેશવા માટે મંજૂરી ન આપવી જોઈએ.
‘હા, મેં કહ્યું હતું કે તમારે ઘરમાં હથિયારો રાખવા જોઈએ’
વધુમાં તેમણે ઘરોને હથિયારબંધ કરવાની વાત કરતાં કહ્યું કે, ‘હા, મેં કહ્યું હતું કે તમારે તમારા ઘરોમાં હથિયારો રાખવા જોઈએ. મેં આગ્રહ કર્યો હતો કે, હથિયારો ધારદાર રાખવા જોઈએ જેથી પરિવારો પોતાનું રક્ષણ કરી શકે. જો કોઈ દુશ્મન તમારા દરવાજો ઓળંગે, તો તેના બે ટુકડા કરી દો.’
આ પણ વાંચો: વિજય જાણી જોઇને રેલીમાં મોડા આવ્યા જેથી ભીડ ભેગી થાય: નાસભાગમાં 41ના મોત મામલે પોલીસનો આરોપ
‘દુર્ગાવાહિનીનું મિશન દરેક ઘરમાં દુર્ગા બનાવવાનું છે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આપણી દીકરીઓ અને બહેનોને ઘરમાંથી અપહરણ કરવામાં આવે છે, તેમના શરીરના ટુકડે- ટુકડા કરીને રસ્તા પર ફેકી દેવામાં આવે છે, ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે. આ પીડાને દૂર કરવા માટે જ્યારે પણ કોઈ દુશ્મન તમારા ઉંબરાને પાર કરવાની કોશિષ કરે ત્યારે તમારે તેના બે ટૂકડા કરી દેવા જોઈએ. દુર્ગાવાહિનીનું મિશન દરેક ઘરમાં દુર્ગા બનાવવાનું છે. તે દરેક ઘરમાં હથિયારો રાખવાનું શસ્ત્રો રાખવાનું આહ્વાન કરવાનું છે. અમે દરેક ઘરમાં નિયમો અને કાયદાઓનું પાલન કરીએ છીએ, કારણ કે આ દેશ આપણો છે.
પ્રજ્ઞા ઠાકુરે તેમના ભાષણમાં રાષ્ટ્રવાદી વિષયોનો ઉલ્લેખ કર્યો. તેમણે એ લોકોની ટીકા કરી હતી, જેમણે રાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરાઓને નિષ્ફળ ગણાવી છે.