Madhya Pradesh News : મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાંથી દુઃખદ ઘટના સામે આવી છે. અહીં એક દુર્ગા પંડાલમાં પતિ સાથે ગરબા રમી રહેલી 19 વર્ષીય યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. યુવતી ગરબા રમતી વખતે જમીન પર ઢળી પડી અને થોડી જ ક્ષણોમાં તેનું મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મૃતક યુવતીના ચાર મહિના પહેલા લગ્ન થયા હતા
અહેવાલો મુજબ, રાજ્યના ખરગોનના ભીકનગાંવ વિસ્તારના પલાસી ગામની રહેવાસી સોનલ નામની યુવતીના લગ્ન મે મહિનામાં જ થયા હતા. તેણીના આ વર્ષે મે મહિનામાં કૃષ્ણપાલ સાથે લગ્ન થયા હતા. પતિ-પત્ની સિંગાજી મંદિર નજીક મા દુર્ગા પંડાલમાં ખુશીથી ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ દરમિયાન સોનમ અચાનક પડી ગઈ હતી, ત્યારે આસપાસના લોકોને લાગ્યું કે તે તેમના રમતનો એક ભાગ છે, પરંતુ જ્યારે તે ઊભી ન થઈ, ત્યારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ પણ વાંચો : ઉત્તરપ્રદેશના વારાણસીમાં પદ્મશ્રી એવોર્ડી પૂર્વ ઓલિમ્પિક ખેલાડીના મકાન પર બુલડોઝર ફેરવાયું
યુવતીનું હાર્ટ એટેકથી મોત
ત્યારબાદ પરિવારજનો તેણીને તાત્કાલીક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી. ડોક્ટરોએ તેના મૃત્યુનું કારણ પ્રાથમિક દૃષ્ટિએ હાર્ટ એટેક જણાવ્યું છે. આટલી નાની ઉંમરે યુવતીના અચાનક મોતથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે, અને દરેક વ્યક્તિ આ ઘટનાથી સ્તબ્ધ છે.
આ પણ વાંચો : પોલીસે ગાડીઓની બ્લેક ફિલ્મ ઉતારતા ભાજપના દિગ્ગજ નેતા ભડક્યા, કહ્યું- પહેલા તમારી કાર જુઓ