Gujarat Govt Increases Daily Allowance: સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના દૈનિક ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. કામના કલાક સિવાય મુસાફરી ભથ્થા અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતની ટોપ ટેન સ્કૂલમાં સુરત પાલિકાની સ્કૂલની બોલબાલા : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં 3,021 વિદ્યાર્થીઓ મેરીટમાં
કામના કલાકો આધારે લેવાયો નિર્ણય
રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ફિક્સ પે કર્મચારીઓના કામના કલાકો પ્રમાણે દૈનિક ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જે અનુસાર, 12 કલાકથી ઓછા કામના કલાકનું ભથ્થું વધારીને 200 રૂપિયા કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ કોંગ્રેસનું અધિવેશન સત્તા નહીં પણ સેવા માટે, ભાજપ પ્રા.લિ.કંપની બની ગયો છે : ગેનીબેન ઠાકોરનું નિવેદન
આ સિવાય 12 કલાકથી વધુ કામના કલાકો માટે ભથ્થું વધારીને 400 રૂપિયા કરવામાં આવલ્યું છે. રાજ્ય સરકાર ફિક્સ પે કર્મચારીઓને એસટી અને રેલવેના ટિકિટ દર અનુસાર મુસાફરી ભથ્થું પણ આપશે.