Jamnagar : જામનગર-સમાણા ધોરીમાર્ગ પર રણજીતસાગર ડેમના કેચમેન્ટ એરિયામાં ખુલ્લા પટમાંથી ગઈકાલે સાંજે એક માનવ ખોપડી તથા શરીરના કંકાલના અન્ય હાડપિંજરનો અમુક હિસ્સો મળી આવતાં દોડધામ થઈ હતી.
જે બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોષી એ. ડિવિઝન પોલીસની ટીમ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે કોઈ અઘટિત ઘટના બની હોય તેવું ધ્યાનમાં આવ્યું ન હતું, પરંતુ કોઈ માનવીના જુના કંકાલ કે જે રણજીતસાગર ડેમના પાણીમાં તણાઈને આવ્યા હશે, તે પૈકીનો એ ખોપડી થતા એક હાથ તથા અન્ય મણકાના ભાગ સહિતના એક બે માનવ કંકાલ મળી આવ્યા હતા.
જે અંગે પોલીસ દ્વારા આ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે, અને કેટલાક વ્યક્તિઓના નિવેદનો પણ નોંધ્યા છે. બહુ જ જૂનું માનવ કંકાલ અને તેના માત્ર અમુક હિસ્સા હોય તેવું અનુમાન કરાયું છે, અને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.