Vadodara MGVCL : મધ્ય ગુજરાત વીજ કંપની 66 કેવી વિદ્યુત નગર સબ સ્ટેશન દ્વારા જણાવાયું છે કે જરૂરી સમારકામ અંગે વિવિધ વિસ્તારનો વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. સમારકામ પૂરું થઈ હતી કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.
જેમાં તા.10 એપ્રિલ આવતીકાલે લક્ષ્મીપુરા સબ ડિવિઝન આર્કશ ફીડર વિસ્તારમાંથી વીજ પુરવઠો મેળવતા આસપાસના વિસ્તારમાં સવારે 6 થી 10 વીજ પુરવઠો બંધ રહેશે. આવી જ રીતે તા.11-એપ્રિલ શુક્રવારે, અટલાદરા સબ ડિવિઝન પ્રથમ ઉત્પન ફીડર, ફતેગઢ સબ ડિવિઝન શાસ્ત્રી બ્રિજ ફીડર, સરદાર નગર ફીડર સમા સબ ડિવિઝન સુંદરવન ફીડરના આસપાસનો વિસ્તાર. જ્યારે તા.13ને રવિવારે ગોરવા સબડીવેસન જીઆઇડીસી ફીડર ગોરવા સબ ડિવિઝન પંચવટી ફીડર આસપાસનો વિસ્તાર એવી જ રીતે તા.14, સોમવારે અટલાદરા સબ ડિવિઝન યોગી ફીડર આસપાસનો વિસ્તાર તથા તા.15 ને મંગળવારે અકોટા સબ ડિવિઝન સહજાનંદ તથા અટલાદરા સબ ડિવિઝન મુકતા ફીડર સહિત ગોત્રી સબ ડિવિઝન મેડિકલ કોલેજ ફીડર સ્ટર્લીંગ હોસ્પિટલ ફીડર સહિત સમાસ સબ ડિવિઝન નર્મદા ફીડર, વાસણા સબ ડિવિઝન નવરચના ફીડર સહિત આસપાસના વિસ્તારમાં વીજ સમારકામની જરૂરી કામગીરી માટે વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી સવારે ૧૦ વાગ્યા સુધી બંધ રહેશે. કામગીરી વહેલી પૂરી થઈ ગયાથી જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે.