ગામમાં આવેલા મામાના ઓટલે બનાવ બન્યો
ત્રણેય શખ્સ કારમાં ગામમાં ધસી આવી યુવાનને માર મારી ધમકી આપી
ભાવનગર: કરદેજ ગામનો યુવાન યુવતી સાથે ફોનમાં વાત કરતો હોવાના મામલે ત્રણ શખ્સે લાફા અને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ કરદેજ ગામના પ્લોટ વિસ્તારમાં રહેતા આતીશભાઈ મુકેશભાઈ ડાભી ત્રણ માસ પૂર્વે યુવતી સાથે ફોનમાં વાત કરતો હતો.આ બનાવને લઇ ફુલસર ગામે રહેતા હાદક ગોવિંદભાઈ મકવાણા શૈલેષ ભુપતભાઈ મકવાણા અને એક અજાણ્યો શખ્સ કાર લઈને ગામમાં આવેલી દુકાન પર આવી આતીશભાઈને ગામમાં આવેલી દુકાને બોલાવ્યો હતો.દરમિયાનમાં આતિશભાઈ આવ્યા હતા. ત્યારે કારમાં બેસાડી મામાના ઓટલા પાસે લઈ જઈ લાફા અને લાકડાના ધોકા વડે માર મારી યુવતીને ફોન કે મેસેજ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ સંદર્ભે આતિશભાઈએ ત્રણ શખ્સ વિરૂધ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.