મુંબઈ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના એલ્યુમિનિયમ તથા સ્ટીલ પર એપ્રિલથી ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની તૈયારી થઈ રહી છે ત્યારે દેશના એલ્યુમિનિયમ ઉદ્યોગની સંસ્થા એલ્યુમિનિયમ એસોસિએશન ઓફ ઈન્ડિયા (એએઆઈ) દ્વ ારા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સમાંના એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને એકસપોર્ટ પ્રોડકટસ સ્કીમ પર રેમિસન ઓફ ડયૂટીસ અથવા ટેકસિસ (આરઓડીટીઈપી) નો ફરી લાભ પૂરો પાડવા સરકારને વિનંતી કરવામાં આવી છે.
આરઓડીટીઈપી સ્કીમ હેઠળ સરકાર નિકાસકારોને કેન્દ્રીય, રાજ્ય તથા સ્થાનિક ડયૂટીસ અથવા ટેકસનું રિફન્ડ આપે છે.
એડવાન્સ ઓથોરાઈઝેશન (એએ) ધારકો, નિકાસ લક્ષી એકમો અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સમાંના એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને વર્તમાન વર્ષના ફેબુ્રઆરી સુુધી આરઓડીટીઈપી સ્કીમ હેઠળ આવરી લેવાયા હતા.
હાલમાં ચાલી રહેલી વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી એએઆઈએ એડવાન્સ ઓથોરાઈઝેશન (એએ) ધારકો, નિકાસ લક્ષી એકમો અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સમાંના એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને આરઓડીટીઈપી સ્કીમ વધુ લંબાવવા સરકારને અનુરોધ કર્યો છે.
૪૧ લાખ ટનની વાર્ષિક ક્ષમતા સાથે ભારત વિશ્વમાં એલ્યુમિનિયમનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. દેશમાંથી એલ્યુમિનિયમની થતી નિકાસમાંથી ૪૫ ટકા નિકાસ એડવાન્સ ઓથોરાઈઝેશન (એએ) ધારકો, નિકાસ લક્ષી એકમો અને સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન્સમાંના એકમો ખાતેથી થાય છે.