મુંબઈ : વૈશ્વિક બજારોમાં એક તરફ ટ્રમ્પની આકરી ટેરિફ નીતિ સામે વિશ્વ એક બનતાં ટ્રમ્પ નરમ પડયાના સંકેત અને બીજી તરફ ફરી ઈઝરાયેલના હમાસ પર હુમલા અને રશીયા પણ યુક્રેન સાથે યુદ્વ અંત માટે આકરી શરતો વચ્ચે ટ્રમ્પ-પુતિન વચ્ચે વટાઘાટ પર નજર, ચાઈનાના સ્ટીમ્યુલસ પેકેજના સંકેત તેમ જ વચ્ચે આજે યુરોપ, એશીયાના બજારોમાં તેજીની રાહે ભારતીય શેર બજારોમાં તોફાની તેજી થઈ હતી. પાછલા પાંચ મહિનામાં શેરોમાં સતત મોટા ધોવાણ બાદ હવે ઓવરસોલ્ડ પોઝિશન સાથે વેલ્યુએશન ખર્ચાળમાંથી પોઝિટીવ બનવા લાગ્યું હોવા સાથે નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના અંત પૂર્વે નુકશાની ચોપડે લેવાની ઈન્વેસ્ટરો, ખેલંદાઓની કવાયત સામે ફંડો, મહારથીઓએ સારા શેરોમાં આજે મોટાપાયે ખરીદી કરતાં બજારમાં વ્યાપક તેજી થઈ હતી. ફોરેન ફંડો-વિદેશી સંસ્થાકીય રોકાણકારો આજે ઘણા દિવસો બાદ શેરોમાં નેટ ખરીદદાર બન્યા સાથે લોકલ ફંડોની શેરોમાં સતત ખરીદી થતાં તોફાની ઉછાળો આવ્યો હતો. ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર-ફાર્મા, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, આઈટી શેરોમાં સાર્વત્રિક તેજી થઈ હતી. સેન્સેક્સ ૧૧૩૧.૩૧ પોઈન્ટ ઉછળીને ૭૫૩૦૧.૨૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૨૫.૫૫ પોઈન્ટની છલાંગે ૨૨૮૩૪.૩૦ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સ ૧૧૨૬ પોઈન્ટ ઉછળ્યો : ઉનો મિન્ડા રૂ.૪૬, બોશ રૂ.૧૦૭૬, મહિન્દ્રા રૂ.૮૩ ઉછળ્યા
ફંડોએ આજે ઓટોમોબાઈલ શેરોમાં ફરી મોટી ખરીદી કરતાં આક્રમક તેજી જોવાઈ હતી. ઉનો મિન્ડા રૂ.૪૬.૪૦ ઉછળી રૂ.૯૮૧.૯૫, બોશ રૂ.૧૦૭૬.૦૫ ઉછળી રૂ.૨૭,૩૯૯.૭૫, મધરસન રૂ.૪.૫૫ વધીને રૂ.૧૨૫.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૨.૯૦ વધીને રૂ.૨૭૮૭, ટાટા મોટર્સ રૂ.૧૮.૯૦ વધીને રૂ.૬૭૯.૮૦, અશોક લેલેન્ડ રૂ.૫.૨૫ વધીને રૂ.૨૦૩.૭૫, એક્સાઈડ રૂ.૮.૬૫ વધીને રૂ.૩૪૨.૭૫, એમઆરએફ રૂ.૨૬૦૮.૧૫ વધીને રૂ.૧,૦૭,૯૯૯, ટીવીએસ મોટર રૂ.૫૪.૭૫ વધીને રૂ.૨૩૨૧, ભારત ફોર્જ રૂ.૨૪.૩૫ વધીને રૂ.૧૧૦૦.૪૦, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૧૮.૬૫ વધીને રૂ.૯૨૨.૧૦, હીરો મોટોકોર્પ રૂ.૬૩.૫૦ વધીને રૂ.૩૫૫૫.૭૫, બજાજ ઓટો રૂ.૧૨૧.૨૦ વધીને રૂ.૭૬૦૫.૯૫, મારૂતી સુઝુકી રૂ.૧૪૧.૫૦ વધીને રૂ.૧૧,૬૯૯ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૦૫૫.૨૩ પોઈન્ટ ઉછળીને ૪૭૬૭૩.૭૬ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૯૬ પોઈન્ટની છલાંગ : ફિનોલેક્ષ, ભેલ, એબીબી, લાર્સન, સિમેન્સ ઉછળ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે લાર્સન એન્ડ ટુબ્રોની આગેવાનીએ ફંડોએ આક્રમક તેજી કરી હતી. ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૮૫.૬૫ વધીને રૂ.૮૭૩.૧૫, ભેલ રૂ.૮.૬૦ વધીને રૂ.૨૦૩.૯૦, એબીબી ઈન્ડિયા રૂ.૨૨૦.૧૫ વધીને રૂ.૫૪૦૭.૫૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૩૯.૪૫ વધીને રૂ.૩૫૭૯.૦૫, સીજી પાવર રૂ.૨૪.૦૫ વધીને રૂ.૬૩૪.૯૦, કલ્પતરૂ પાવર રૂ.૩૩.૯૦ વધીને રૂ.૯૦૮.૩૦, સિમેન્સ રૂ.૧૭૪.૪૫ વધીને રૂ.૫૧૧૫, ટીમકેન રૂ.૮૦.૨૫ વધીને રૂ.૨૬૬૭.૬૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૮૮.૧૫ વધીને રૂ.૩૨૭૧.૦૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૭.૯૦ વધીને રૂ.૨૯૨૮.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૩૯૬.૨૧ પોઈન્ટની છલાંગે ૫૯૪૧૬.૨૬ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તોફાની તેજી : બ્લુ સ્ટાર રૂ.૧૪૪ ઉછળી રૂ.૨૧૫૮ : હવેલ્સ, ડિક્સન વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે નીચા ભાવે પસંદગીના શેરોમાં મોટી ખરીદીની તક ઝડપતાં આક્રમક તેજી થઈ હતી. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૬૯.૮૩ પોઈન્ટની છલાંગે ૫૪૩૪૨.૮૨ બંધ રહ્યો હતો.બ્લુ સ્ટાર રૂ.૧૪૪.૦૫ ઉછળી રૂ.૨૧૫૭.૮૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૬૧.૫૦ વધીને રૂ.૧૫૨૨.૯૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૨૪.૫૫ વધીને રૂ.૧૩,૫૧૪.૫૫, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૮.૪૫ વધીને રૂ.૩૪૨૩.૪૫, ટાઈટન કંપની રૂ.૬૭.૨૦ વધીને રૂ.૩૦૮૪, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૬.૨૫ વધીને રૂ.૯૫૨.૬૦, કલ્યાણ જવેલર્સ રૂ.૬.૬૦ વધીને રૂ.૪૩૪.૫૦ રહ્યા હતા.
હેલ્થકેર ઈન્ડેક્સ ૭૪૩ પોઈન્ટ ઉછળ્યો : મોરપેન, ઈન્દ્રપ્રસ્થ મેડી, વિમતા લેબ, સન ફાર્મામાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે સતત બીજા દિવસે મોટી ખરીદી કરતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૪૨.૮૪ પોઈન્ટની છલાંગે ૪૦૪૭૬.૭૫ બંધ રહ્યો હતો. મોરપેન લેબ રૂ.૫.૩૧ ઉછળી રૂ.૪૮.૧૧, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૩૫.૪૦ વધીને રૂ.૩૫૯.૯૦, વિમતા લેબ રૂ.૮૭.૨૦ વધીને રૂ.૧૧૧૦.૦૫, સન ફાર્મા એડવાન્સ રૂ.૮.૪૫ વધીને રૂ.૧૨૫.૮૦, કોપરાન રૂ.૧૧.૨૫ વધીને રૂ.૧૬૯.૮૦, માર્કસન્સ રૂ.૧૧.૯૫ વધીને રૂ.૨૦૨.૮૫, આરતી ડ્રગ્ઝ રૂ.૨૦ વધીને રૂ.૩૫૨.૬૫, સિક્વેન્ટ રૂ.૭.૯૫ વધીને રૂ.૧૩૯.૦૫, થેમીસ મેડી રૂ.૭.૨૦ વધીને રૂ.૧૫૦.૨૦ , વોખાર્ટ રૂ.૬૪.૪૫ વધીને રૂ.૧૩૫૩.૯૫, આરપીજી લાઈફ સાયન્સ રૂ.૧૦૩.૬૫ વધીને રૂ.૨૨૧૪.૨૫ રહ્યા હતા.
ટ્રમ્પ ટેરિફ રોલબેકની શકયતા, ચાઈના પાછળ મેટલ શેરોમાં તેજી : મેટલ ઈન્ડેક્સ ૫૭૬ પોઈન્ટ ઉછળ્યો
ચાઈનામાં રિકવરીની અપેક્ષા અને અમેરિકાની ટ્રમ્પની ટેરિફ નીતિમાં ઢીલની અને રોલબેકની શકયતાના સંકેતે આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૭૫.૬૬ પોઈન્ટ ઉછળીને ૩૦૫૯૧.૧૫ બંધ રહ્યો હતો. સેઈલ રૂ.૨.૭૫ વધીને રૂ.૧૦૮.૯૦, હિન્દાલ્કો રૂ.૧૬.૯૦ વધીને રૂ.૬૯૭.૭૦, નાલ્કો રૂ.૩.૮૫ વધીને રૂ.૧૮૮.૮૦, ટાટા સ્ટીલ રૂ.૨.૮૫ વધીને રૂ.૧૫૪.૬૫, કોલ ઈન્ડિયા રૂ.૩.૩૦ વધીને રૂ.૩૮૯.૧૦ રહ્યા હતા.
આઈટી શેરોમાં સિલેક્ટિવ તેજી : માસ્ટેક રૂ.૩૨૬ ઉછળી રૂ.૨૪૩૯ : સાસ્કેન, નેટવેબ, ક્વિકહિલમાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ નાસ્દાક પાછળ રિકવરી જોવાઈ હતી. માસ્ટેક રૂ.૩૨૬.૪૫ ઉછળી રૂ.૨૪૩૯.૩૫, સાસ્કેન રૂ.૧૨૭.૩૦ વધીને રૂ.૧૪૯૦.૧૫, નેટવેબ રૂ.૯૮.૫૫ વધીને રૂ.૧૫૦૨.૩૦, ક્વિક હિલ રૂ.૧૮.૩૦ વધીને રૂ.૩૦૩.૩૦, ડિ-લિન્ક ઈન્ડિયા રૂ.૧૯.૭૫ વધીને રૂ.૪૧૪.૫૦, નેલ્કો રૂ.૩૦.૨૫ વધીને રૂ.૭૮૯.૮૦, તાન્લા રૂ.૨૦.૫૦ વધીને રૂ.૪૪૩.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૯૮.૨૪ પોઈન્ટ ઉછળીને ૩૫૯૨૬.૮૫ બંધ રહ્યો હતો.
ફરી તેજીના મંડાણ : સ્મોલ, મિડ કેપમાં તેજીએ માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૮૧૫ શેરો પોઝિટીવ બંધ
ફરી તેજીના મંડાણ થઈ ગયા હોવાના સંકેત વચ્ચે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં વ્યાપક તેજી થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૬૦૫થી વધીને ૨૮૧૫ અને ઘટનારની સંખ્યા ૧૨૨૧ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૭.૦૫ લાખ કરોડ વધીને રૂ.૩૯૯.૮૫ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ આજે તોફાની તેજી કર્યા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં આક્રમક તેજી કરતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૭.૦૫ લાખ કરોડ વધીને રૂ.૩૯૯.૮૫ લાખ કરોડ પહોંચ્યું હતું.
FPIs/FII કેશમાં રૂ.૬૯૫ કરોડના શેરોની ચોખ્ખી લેવાલી : DIIની રૂ.૨૫૩૫ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજેમંગળવારે શેરોમાં વેચવાલમાંથી ફરી ખરીદદાર બન્યા હતા. આજે કેશમાં રૂ.૬૯૪.૫૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૫,૭૦૯.૮૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૦૧૫.૩૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૫૩૪.૭૫ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૩૩૩.૦૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૭૯૮.૩૪ કરોડની વેચવાલી કરી હતી.