– મહારાસમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ટીમ ઉપસ્થિત રહેશે
– ભરવાડ સમાજના પરંપરાગત ગોપી હુડા મહારાસમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાંથી પણ મહિલાઓ જોડાશે
ભાવનગર : બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે ભરવાડ સમાજના પરંપરાગત ગોપી હુડા મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૭૦ હજારથી વધારે મહિલાઓ એકસાથે ગોપી હુડા મહારાસ રમી રેકોર્ડ બનાવશે.
મળતી વિગતો પ્રમાણે ધોલેરા તાલુકાના બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત આવતીકાલે ભરવાડ સમાજના પરંપરાગત ગોપી હુડા મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક સાથે ૭૦ હજારથી વધારે મહિલાઓ એકસાથે ગોપી હુડા મહારાસ પ્રસ્તુત કરી રેકોર્ડ બનાવશે. આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અત્યાર સુધીમાં ૭૦ હજારથી વધારે મહિલાઓએ આ મહારાસ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.