Supreme Court : સુપ્રીમ કોર્ટે મોટર અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના બનાવવામાં વિલંબ બદલ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. આ ઉપરાંત માર્ગ પરિવહન મંત્રાલયના સચિવને આ મામલે સ્પષ્ટતા માટે કોર્ટે સમન્સ પાઠવ્યું છે. ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ઉજ્જલ ભુઈયાની બેન્ચે વાંધો વ્યક્ત કર્યો છે કે, 8 જાન્યુઆરીએ આદેશ અપાયો છતાં કેન્દ્ર સરકાર દ્વારા આ સંદર્ભમાં કોઈ પાલન કરાયું નથી. બેન્ચે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારને આપવામાં આવેલો સમય ગયા મહિને 15 માર્ચે સમાપ્ત થઈ ગયો છે. કેન્દ્ર સરકારે કોર્ટના આદેશની ગંભીર અવગણા કરી છે, સાથે જ ખૂબ જ ફાયદાકારક કાયદાના અમલીકરણમાં પણ બેદરકારી દાખવી છે.