અમદાવાદ,બુધવાર
સત્તાધાર વિસ્તારમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં નોકરી કરવા આવેલો યુવક એક જ દિવસમાં રૃા.૧૨.૩૨ લાખના દાગીનાની ચોરી કરીને નાસી ગયો હતો. સોલા પોલીસે આરેોપીને રાજકોટથી ઝડપી પાડયો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ દાગીના ગિરવે મૂકીને લોન લીધી હતી. પોલીસે દાગીના પરત મેળવવાની કાર્યવાહી હાથ ધરી છેે.
સોશિયલ મિડિયામાં જાહેરાત જોઇને નોકરી આવ્યો, ચોરી કરીને રોજકોટ જઇને દાગીના ગિરવે મૂક્યા
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ, કે.એન. ભુકણના જણાવ્યા મુજબ સત્તાધાર વિસ્તારમાં સત્ય સૂર્યા કોમ્પલેક્ષમાં આવેલી સોના મહોર નામની જ્વેલર્સ નામની દુકાનના માલિકે સોશિયલ મિડિયામાં નોકરી માટે જાહેરાત આપી હતી. જેને લઇને રાજકોટ ખાતે રહેતા અને અગાઉ જ્વેલર્સના ત્યાં નોકરી કરી ચૂકેલા રાજકોટના હર્ષ બીપીનભાઇ સોલંકી નામના યુવકે મહિના પહેલા ઇન્ટરવ્યું આપ્યું હતું અને તા. ૭ના રોજ નોકરી શરુ કરીને એક જ દિવસમાં સોનીના ત્યાંથી ૧૫૪ ગ્રામના સોનાના રૃા. ૧૨.૩૨ લાખની ચોરી કરીને ભાગી ગયો હતો.
પોલીસે ચોકકસ બાતમી આધારે રાજકોટથી ઝડપી પાડયો હતો. પોલીસે પૂછપરછમાં આરોપીએ દાગીના ગિરવે મુકીને તેના ઉપર રૃા. ૮.૬૫ લાખની લોન લીધી હતી. પોલીસે દાગીના પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી છે.