વડોદરા,ફતેપુરામાં માલિક અને ભાડૂત વચ્ચે ઝઘડો થતા મારામારી થઇ હતી. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી હતી.
ફતેપુરામાં રહેતા જીજ્ઞોશભાઇ મધુભાઇ રબારીએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૭ મી તારીખે રાતે મારા ઘરમાં ભાડૂત તરીકે રહેતા જ્યોત ગિરીશભાઇ પટેલ ઘરની સામે ટેમ્પા પાસે લઘુશંકા કરતો હતો. મેં તેને આ અંગે કહેતા તેણે મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો.
જ્યારે સામા પક્ષે જ્યોત પટેલે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, કુંભારવાડા પોલીસ સ્ટેશનની પાછળ ગલીમાં ધવલ ક્લિનિકમાં મારી પત્નીને સારવાર માટે લઇ ગયો હતો. દવાખાનામાં ભીડ વધુ હોઇ હું બહાર ઉભો હતો. તે દરમિયાન જીજ્ઞોશભાઇ રબારીએ મારી પાસે આવ્યા હતા. તું અમારા ઘર પાસે કેમ ઉભો છે ? તેવું કહીને મને માર માર્યો હતો.જીજ્ઞોશની પત્ની અને માતાએ પણ મને માર માર્યો હતો.