વડોદરાઃ ભગવાન મહાવીર સ્વામીના ૨૬૨૩મા જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે વડોદરામાં શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા બે દિવસના ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે પહેલા દિવસે નવલખી ગ્રાઉન્ડ ખાતેથી મહાવીર અહિંસા સંદેશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.સાંજે પાંચ વાગ્યે નીકળેલી રેલીમાં હજારો ભાવિકો જોડાયા હતા.જેમાં ભગવાન મહાવીર સ્વામીની ૧૨.૭ ફૂટની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
તા.૧૦ એપ્રિલ, ગુરુવારના રોજ ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણક પ્રસંગ નિમિત્તે સવારે આઠ વાગ્યે શહેરના રાજમાર્ગો પર બુંદીના લાડુંનું વિતરણ કરવામાં આવશે.ઢળતી સાંજે પોલોગ્રાઉન્ડ ખાતે ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.સાંજે સાત વાગ્યે જૈન ધર્મના ૧૬ સતી રત્નો વિશ્વેષણ વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભગવાન મહાવીર સ્વામીના જન્મની ઉજવણી નૃત્ય અને સંગીત થકી કરવામાં આવશે.ભગવાનને પારણીયે ઝુલાવવાની સાથે હજારો દિવડાઓની મહાઆરતી પણ યોજાશે.