– પત્નીઓ દ્વારા હત્યાની સનસની ઘટનાઓની ભારે ચર્ચા
– અન્ય પુરુષ સાથે પ્રેમ પ્રકરણમાં કે પત્નીઓના ત્રાસને કારણે કુલ 11નો ભોગ લેવાયો, એક પ્રેમી પણ માર્યો ગયો
લખનઉ : તાજેતરમાં અન્ય પુરુષના પ્રેમમાં પડેલી પત્નીઓ દ્વારા પતિઓની હત્યાની અથવા પત્નીથી પીડિત પતિઓ દ્વારા આત્મહત્યાની કેટલીક ઘટનાઓએ ભારે ચર્ચા જગાવી છે. માત્ર ઉત્તર પ્રદેશમાં જ ૩૪ દિવસમાં હત્યાની આવી ૧૨ જેટલી ઘટનાઓ સામે આવી ચુકી છે. જેમાં છ પતિઓની હત્યા કરી દેવામાં આવી છે જ્યારે પાંચે ફાંસીએ લટકીને આત્મહત્યા કરી લીધી છે.
મૃત્યુ પામેલા આ પતિઓની ઉંમર આશરે ૩૫ વર્ષની આસપાસ છે, માત્ર ઉત્તર પ્રદેશમાં એક જ મહિનામાં છ પતિઓની હત્યા કરી દેવામાં આવી જોકે બે પતિને ઝેરની ગોળી આપી હોવા છતા તેઓ બચી ગયા હતા. લગ્ન પહેલા રિલેશનશિપમાં હોય અને બાદમાં તે મહિલા સાથે મુલાકાત અને પછી પતી દ્વારા આવા પ્રેમીની હત્યાના કેસમાં એક પ્રેમી પણ માર્યો ગયો હતો.
ખાસ કરીને ઉત્તર પ્રદેશના મેરઠમાં મુસ્કાન રસ્તોગી દ્વારા પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને પતિની હત્યાની ઘટનાએ પુરુષોમાં ભારે ચર્ચા જગાવી છે. ૩૪ દિવસમાં આશરે ૧૨ પુરુષો મહિલાઓને કારણે જીવ ગુમાવી ચુક્યા છે. જેમાં ૨૭ ફેબુ્રઆરીએ કુશીનગરમાં પત્નીએ દેવર સાથે મળીને પતિ અખ્તરની હત્યા કરી નાખી હતી. ૪ માર્ચના રોજ મેરઠમાં સૌરભ રાજપુતની તેની જ પત્ની મુસ્કાન અને સાહિલે હત્યા કરી નાખી હતી.
૫ માર્ચના રોજ સંભલમાં સોનમના એક તરફી પ્રેમમાં પાગલ કુવંરપાલે વિજયની હત્યા કરી નાખી હતી, ૧૩ માર્ચના અમરોહામાં પારૂલે પતિ મકેન્દ્રને દવા લેવા મોકલ્યો જ્યાં પારૂલના પ્રેમીએ તેની હત્યા કરી નાખી, ૧૯ માર્ચના રોજ ઔરૈયામાં પત્નીએ સોપારી આપી પત્નીની હત્યા કરાવી, બિજનૌરમાં દીપક કુમારની શિવાની નામની પત્નીએ ઉંઘની ગોળી આપીને ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. આવા આશરે ૧૨ જેટલા કિસ્સાઓ છે જેની ઉત્તર પ્રદેશમાં હાલ ભારે ચર્ચા ચાલી રહી છે.