Vadodara : વેમાલી ગામમા સ્મશાનના નિર્માણ બાદ અપૂરતી સુવિધા સાથે જાળવણીનો અભાવ હોય તંત્રની બેદરકારી છતી થઈ છે.
શહેરનાં છેવાડે આવેલ વેમાલી ગામના સ્મશાનની દુર્દશા જોવા મળી છે. વર્ષ 2017-18 દરમ્યાન વેમાલી ગામના સ્મશાનનું અંદાજે 5 લાખના ખર્ચે નવીનીકરણ થયું હતું. હાલ સ્મશાન ખાતે સફાઈનો અભાવ હોય માટી અને કચરાના થર જામ્યા છે. સ્મશાનના સિક્યુરિટી કેબિનની પણ વ્યવસ્થા રાખવામાં આવી નથી.