Laxminarayan Tripathi On Kinnar Death Rituals: લક્ષ્મીનારાયણ ત્રિપાઠી ટ્રાન્સજેન્ડર રાઇટ્સ વર્કર અને સોશિયલ એક્ટિવિસ્ટ છે. તેઓ દેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે જેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીનો જન્મ 13 ડિસેમ્બર 1978ના રોજ મહારાષ્ટ્રના થાણેમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પુરુષ શરીરમાં જન્મ્યા હોવા છતાં, તેઓ ખુદને હંમેશા એક સ્ત્રી તરીકે અનુભવતા હતા. 2017માં તેમણે ભારતના પ્રથમ કિન્નર અખાડાની સ્થાપના કરી, જે પ્રથમ ટ્રાન્સજેન્ડર અખાડો છે. 2019ના કુંભ મેળામાં તેમણે અખાડાનું નેતૃત્વ કર્યું અને દેશભરમાં ઓળખ મેળવી.
મૃત કિન્નરનો ચહેરો જોવાથી ખરેખર કરોડપતિ બની જવાય?
તાજેતરમાં જ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી એક પોડકાસ્ટ શોમાં ગયા હતા જ્યાં તેમણે એક દંતકથાનો ફોડ પાડ્યો હતો. ઘણા લોકોનું માનવું છે કે મૃત કિન્નરનો ચહેરો જોવાથી કરોડપતિ બની જવાય છે. હવે લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ જણાવ્યું કે આમાં કેટલું સત્ય છે. શોમાં લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કહ્યું કે, આ બધી લોકમુખે કહેવાતી વાતો છે. આમાં કોઈ સત્ય નથી. મને ખૂબ જ વિચિત્ર સ્ટોરીઓ પણ સાંભળવા મળે છે.
આ પણ વાંચો: ટેરિફના કારણે ભારતમાં સસ્તા થઈ શકે છે મોબાઈલ, ફ્રિજ, TV! જાણો કઈ રીતે
અમે પણ એટલા જ માણસ છીએ જેટલા તમે છો
આ ઉપરાંત એવું પણ કહે છે કે, કિન્નરોને મૃત્યુ બાદ ચાલીને લઈ જવાય છે. તેમને ચપ્પલથી મારવામાં આવે છે. આ તો હદ થઈ ગઈ છે લોકોની. આ બધું ખોટું છે. ઘણા લોકો કહે છે કે, કિન્નરોને ઘરમાં જ દફનાવવામાં આવે છે. હવે હું પાંચમાં ફ્લોર પર રહું છું, જો મને ઘરમાં જ દફનાવશે તો હું ચોથા ફ્લોર પર આવી જઈશ. આ તમામ બાબતો ખોટી છે. અમે પણ એટલા જ માણસ છીએ જેટલા તમે છો. અમારો ઉલ્લેખ પણ ગ્રંથો અને ઉપનિષદોમાં છે.