વડોદરાઃ બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકના ગુનામાં પકડાયેલી સિકલીગર ગેંગના સાગરીત પાસેથી ચોરીના દાગીના ખરીદનાર ફર્નિચરના વેપારીની પોલીસે અટકાયત કરી છે.
પોલીસના કહ્યા મુજબ, ગઇ તા.૫-૮-૨૪ના રોજ ન્યુ વીઆઇપીરોડના દર્શન પાર્કના મકાનમાં રોકડ અને દાગીના મળી કુલ રૃ.૪.૧૧ લાખની મત્તા ચોરાઇ હતી.જે ગુનામાં રીઢા ચોર બલજીતસિંગ ઉર્ફે બલ્લી બાવરી (મહા નગર,વુડાના મકાન,ડભોઇરોડ) નું નામ ખૂલ્યું હતું.
આ ગુનામાં ડભોઇ રોડ પર ફર્નિચરનો ધંધો કરતા ઇરફાન શરીફખાન પઠાણે(મારૃ ફળિયા,ટાવર પાસે,વાડી મૂળ યુપી)બલજીત પાસેથી ચોરીના દાગીના મેળવી ઓગાળી નંખાવ્યા હોવાની માહિતી ખૂલતાં ક્રાઇમ બ્રાન્ચે વેપારીની અટકાયત કરી ૩૩૪ ગ્રામ ચાંદી અને ૧૫.૩૧૦ ગ્રામ સોનાના ટુકડા કબજે કર્યા હતા.હવે આ ગુનામાં બલજીતની પણ ધરપકડ કરવામાં આવશે.