– પાન કાર્ડનો દુરુપયોગ કરવાની વધુ બે ઘટનાઓ સામે આવી
– નોટિસ મળતા જ મજૂરના પત્નીની તબિયત ખરાબ થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી
– અન્ય એક ઘટનામાં આવકવેરા વિભાગે રાજસ્થાનના ખેડૂતને 143 કરોડ રૂપિયાની લેવડદેવડ બદલ નોટિસ મોકલી
નવી દિલ્હી : મધ્ય પ્રદેશના બૈતુલ જિલ્લાના એક મજૂરને આવકવેરા વિભાગ દ્વારા ૩૧૪ કરોડ રૂપિયાની ઇનકમ ટેક્સ નોટીસ મોકલવામાં આવી હોવાનો કેસ સામે આવ્યો છે. આટલી મોટી રકમની આવકવેરા નોટીસ જોઇને મજૂરની પત્નીને ચકકર આવી ગયા અને તાવ ચઢી ગયો હતો. ત્યારબાદ તેને નાગપુરની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવાની ફરજ પડી હતી.