image : Filephoto
Vadodara Crime : વડોદરાના મકરપુરા જીઆઇડીસી રોડ પર મારુતિ ધામ સોસાયટીમાં રહેતો ભાર્ગવ મહેશભાઈ રાવલ જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તારીખ 14-3-2015 ના રોજ મારુતિધામ અગ્રસેન શોપિંગ સેન્ટર પાસે મારા મિત્ર સંજય ડાહ્યાભાઈ પરમાર રહેવાસી રામનગર તરસાલી સાથે બેઠો હતો. તે સમયે મારા ઘર નજીક પીપળેશ્વર મહાદેવની ગલીમાં રહેતો હાર્દિક સથારીયા તથા તેનો મિત્ર મયંક પંચાલ આવ્યા હતા.
હાર્દિકે મારી પાસે આવીને પૈસા માગતા મેં જણાવ્યું કે મારી પાસે પૈસા નથી. હાર્દિકે ઉશ્કેરાઈને મને ગાળો બોલી માર માર્યો હતો. મારો મિત્ર સંજય પરમારે હાર્દિકને સમજાવતા હાર્દિક તથા મયંક પંચાલે મને તથા મારા મિત્ર સંજય પરમારને ગાળો આપી હતી. ત્યારબાદ બપોરના 3:00 વાગે હું મારી બાઇક લઈને જતો હતો તે સમયે હાર્દિક અને મયંક પંચાલે અને ધમકી આપી કે મને પૈસા આપ્યા નથી તારી પર ગાડી ચડાવી મારી નાખીશું.
જ્યારે સામાન પક્ષે હાર્દિક સથારીયાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ભાર્ગવ તથા સંજય કોઈ પણ કારણ વગર મારી સાથે ઝઘડો કરી ગાળો બોલી માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.