gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિતત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરવાનું શરૂ | Bulldozers Actio…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ સહિત રાજ્યભરમાં અસામાજિતત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફરવાનું શરૂ | Bulldozers Actio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police Bulldozer Action : અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી બાદ તંત્ર અને સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે પોલીસ સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું છે. રાજ્યની પોલીસે 100 કલાકની અંદર તમામ અસામાજિક તત્ત્વોની શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. જ્યારે પોલીસે રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 7612 શખ્સોની યાદી તૈયારી રાજ્યભરમાં  જુદી જુદી જગ્યાએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ, ભાવનગર, જામનગરના સહિતના અનેક શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં છે.

અમદાવાદમાં બુલડોઝર કાર્યવાહી

અમદાવાદના સરખેજ, સરદારનગર,  જીમખાના, દરિયાપુર વિસ્તારોમાં પોલીસ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા આવા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે અને તેના પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. જેને પગલે આજે અમદાવાદના સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાવામાં આવ્યું છે. આ ડિમોલિશન પોલીસની હાજરીમાં કરાયું હતું. નોંધનીય છે કે, બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત 23 ગુનાઓ નોંધાયા છે. 

આ પણ વાંચો: અમદાવાદના સરખેજમાં બુલડોઝર કાર્યવાહી, લિસ્ટેડ બુટલેગરના ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા

રાજ્યભરમાં ડીમોલેશનની કાર્યવાહી

તો બીજી તરફ જામનગરમાં એસ્ટેટ વિભાગ અને પોલીસ બંદોબસ્ત સાથે કાલાવાડ નાક નજીક ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરશે. વડોદરા શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામેની ઝુંબેશ બુધવારે બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી અને કુલ 2 હજારથી વધુ લોકોને તપાસવામાં આવ્યા હતા. પોલીસે આજે પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 21 કેસ કર્યા હતા અને 109 વાહનો ડીટેન કર્યા હતા. ગોરવા વિસ્તારમાં ચંદ્રસિંહ નામના શખ્સ સામે દારૂના ધંધા અંગેના અડધો ડઝન જેટલા કેસ કરવામાં આવ્યા હતા. આ માટે ગેરકાયદે બનાવેલા કાચા મકાનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી મળતાં આ મકાન પર  બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

શું કાર્યવાહી થઇ?

સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ, કુલ 59 લોકો સામે પાસા કરેલ છે, 10 ઇસમો વિરુદ્ધ હદપાર કરી છે. 724 ઇસમો વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. 16 ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરાયા છે.  81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરાયા છે.  આગામી સમયમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડીમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાશે. 

આ પણ વાંચો: અમદાવાદમાં દબાણકર્તા અને કૉર્પોરેશનના અધિકારી વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી, પોલીસે મૂકદર્શક બની તમાશો જોયો

રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર

ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત ગુનો કરનાર, 958 મિલકત સંબંધિત ગુનો કરનાર, 516 જુગારીયા અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.

7,612 અસામાજિક તત્વોની યાદી તૈયાર, યાદીમાં 3264 બુટલેગરો

અમદાવાદ: 1100

સુરત: 1400

વડોદરા: 825

રાજકોટ: 756

જામનગર: 1007

કચ્છ: 1900

બનાસકાંઠા: 221

ધાનેરા: 25

પાટણ: 165

ભરૂચ: 308

ગીર સોમનાથ: 135

સુરેન્દ્રનગર: 1000

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ
GUJARAT

અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ

July 1, 2025
ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર  રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ
GUJARAT

ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

April 22, 2025
પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…
GUJARAT

પ્રેમિકાના અંગપળોના ફોટા વિડિયો પતિને મોકલી જિંદગી બરબાદ કરી | Ekkewe sasing mi nus ra titiilo ngeni…

April 18, 2025
Next Post
સુરત શિક્ષણ સમિતિની શાળામાં ઈન્ટર એક્ટિવ બોર્ડ માટે કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય રદ્દ …

સુરત શિક્ષણ સમિતિની શાળામાં ઈન્ટર એક્ટિવ બોર્ડ માટે કોર્પોરેટરની ગ્રાન્ટનો ઉપયોગ કરવાનો નિર્ણય રદ્દ ...

સુરત પાલિકાની સતત બીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ.ની રેકર્ડ બ્રેક 1035 કરોડની આવક | Surat Municipality’s pa…

સુરત પાલિકાની સતત બીજા વર્ષે પેઈડ એફ.એસ.આઈ.ની રેકર્ડ બ્રેક 1035 કરોડની આવક | Surat Municipality's pa...

વલસાડના ભીલાડમાંથી ડ્રગ્સ સાથે બે નાઇજીરિયન યુવકોની ધરપકડ | Two Nigerian youth arrested with drugs i…

વલસાડના ભીલાડમાંથી ડ્રગ્સ સાથે બે નાઇજીરિયન યુવકોની ધરપકડ | Two Nigerian youth arrested with drugs i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કહાનવાડીની વિવાદિત જમીનનો 10 દિવસમાં ઉકેલ નહીં તો આંદોલન | Disputed land in Kahanwadi not resolved w…

કહાનવાડીની વિવાદિત જમીનનો 10 દિવસમાં ઉકેલ નહીં તો આંદોલન | Disputed land in Kahanwadi not resolved w…

3 months ago
OPERATION KELLER | શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો | operation keller h…

OPERATION KELLER | શોપિયાના જંગલમાંથી મોટા પ્રમાણમાં હથિયારો-દારૂગોળો મળી આવ્યો | operation keller h…

2 months ago
સપ્લાય ચેઇન ખોરવાતા નિકાસકારોને નુકસાન | Exporters suffer losses due to supply chain disruptions

સપ્લાય ચેઇન ખોરવાતા નિકાસકારોને નુકસાન | Exporters suffer losses due to supply chain disruptions

2 weeks ago
સૌરાષ્ટ્ર હજુ અગનભઠ્ઠીઃ રાજકોટ સહિત આઠ શહેરોમાં ૪૦ થી ૪૪ ડિગ્રી તાપમાન | still in a state of flux: T…

સૌરાષ્ટ્ર હજુ અગનભઠ્ઠીઃ રાજકોટ સહિત આઠ શહેરોમાં ૪૦ થી ૪૪ ડિગ્રી તાપમાન | still in a state of flux: T…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News