વડોદરા,ડભોઇ રોડ સોમા તળાવ પાસે મોડીરાત સુધી ચાલતાગલ્લા પર સીગારેટના પૈસા બાબતે તકરાર થતા ચાર યુવકોએ ગલ્લો ચલાવનાર પર હુમલો કરી આતંક ફેલાવ્યો હતો.
ગઈકાલે રાતે એક વાગ્યે ડભોઇ રોડ સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા દ્વારકાધીશ પાન પાર્લર પર સીગારેટના પૈસા બાબતે તકરાર થતા ઉશ્કેરાયેલા ચાર યુવકોએ ગલ્લો ચલાવતા યુવક પર હુમલો કરી ટેબલ અને ખુરશીઓ હવામાં ફંગોળ્યા હતા. જેના પગલે નાસભાગ મચી ગઇ હતી. સવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ધ્યાને આવ્યા પછી છેક સાંજે પાંચ વાગ્યે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે. મારામારી કરનાર (૧) અજીત જેન્તીભાઇ વાલા (રહે. ગંગાનગર, દંતેશ્વર રોડ) (૨) ક્રિષ્ણકાંત નગીનભાઇ ઠાકોર (રહે.અનુ સોસાયટી, દંતેશ્વર રોડ) (૩) શેરખાન મન્નાનભાઇ પઠાણ (રહે. આદર્શ નગર, તરસાલી) તથા (૪) નરસિંહ રતનસિંહ વણજારા (રહે. રાજરત્ન સોસાયટી, દંતેશ્વર રોડ) ની ધરપકડ કરી છે.