શહેરમાં 8 મલ્ટિસ્પેશિયાલિટી સહિત 205 ખાનગી હોસ્પિટલ ચાલે છે
રજિસ્ટ્રેશન નહીં કરાવેલી હોસ્પિટલને સીલ કરવા સાથે 50 હજાર દંડ પણ ફટકારાશે : ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા મુન્નાભાઈ એમબીબીએસના દવાખાના
આણંદ: આણંદ જિલ્લામાં હાલ ૧,૦૨૪ વિવિધ ખાનગી હોસ્પિટલો સરકારના ચોપડે નોંધાયેલી છે. પરંતુ, હજૂ માત્ર ૪૬ જેટલી હોસ્પિટલોએ જ નિયમ મુજબ નોંધણી કરાવી છે. જ્યારે ૯૭૮ હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. ત્યારે કેટલીક હોસ્પિટલોએ કાર્યવાહી કરી છે. ત્યારે સપ્ટેમ્બર મહિના બાદ તંત્રના ચેકિંગમાં નોંધણી નહીં કરાવેલી હોસ્પિટલને સીલ કરી દેવા સાથે રૂા. ૫૦,૦૦૦નો દંડ પણ ફટકારશે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પ્રેક્ટિસ કરી રહેલા બોગસ ડૉક્ટરમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાત સરકારે બહાર પાડેલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ તમામ દવાખાનાઓએ નોંધણીઓ કરાવી ફરજિયાત છે. તે સંદર્ભે સરકાર પાસેથી સર્ટિફિકેટ પણ મેળવવાનું હોય છે. ત્યારે આણંદ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. અમર પંડયાએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં હાલ ૧,૦૨૪ જેટલી નાની-મોટી વિવિધ ખાનગી હોસ્પિટલો સરકારના ચોપડે નોંધવામાં આવી છે. જેમાંથી હજૂ માત્ર ૪૬ જેટલી હોસ્પિટલોએ જ સરકારના નિયમ મુજબ નોંધણી કરાવેલી છે. જ્યારે ૯૭૮ જેટલી હોસ્પિટલોની નોંધણી વિવિધ કારણોસર કરાવવામાં આવી નથી. આણંદ શહેરમાં ૮ જેટલી જનરલ મલ્ટિસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો સાથે ૨૦૫થી વધુ મોટા ખાનગી દવાખાનાઓ આવેલા છે. નોંધણીની સમય મર્યાદા સપ્ટેમ્બર-૨૦૨૫ રાખવામાં આવેલી છે. ત્યારબાદ ચેકિંગ દરમિયાન નોંધણી નહીં થયેલી તમામ હોસ્પિટલોને સીલ મારવાની સાથે ૫૦,૦૦૦ જેટલા દંડની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. ઉપરાંત આણંદ જિલ્લાના ગ્રામ્ય કક્ષાઓમાં બનાવટી ડિગ્રી ધરાવતા કેટલાય ઈસમો દવાખાના ખોલીને બેઠા છે. જેના લીધે કેટલાય દર્દીઓના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. વારંવાર રેડ પાડીને આવા બનાવટી એમબીબીએસને પકડી ફરિયાદો પણ કરવામાં આવે છે. હજુ પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવેલું હોવાનું તેમણે જણાવ્યું છે.
આનંદ જિલ્લામાં કેટલાય ડોક્ટરો ડિગ્રી ન હોવા છતાં વિવિધ પ્રકારના રોગોની સારવાર કરવા સાથે બોટલો ચઢાવવાની પ્રક્રિયા પણ કરતા હોય છે પરંતુ, હવે સરકારના નિયમ પ્રમાણે જે ડોક્ટરને જે ડિગ્રી હોય તે જ પ્રમાણે તે સારવાર કરી શકશે. નહીં તો તેમની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
આણંદ શહેરમાં કયા રોગના કેટલા ખાનગી દવાખાના |
|
રોગના નિષ્ણાંત |
દવાખાનાની સંખ્યા |
ચામડી |
૬ |
કાન-નાક-ગળા |
૧૦ |
જનરલ સર્જન |
૨૨ |
સ્ત્રી રોગ |
૪૩ |
આંખ |
૧૮ |
ઓર્થોપેડિક |
૧૦ |
મગજ |
૧ |
હૃદય |
૨ |
બાળ રોગ |
૨૮ |
ફિજિશિયન |
૨૫ |
પ્લાસ્ટિક સર્જન |
૨ |
માનસિક રોગ |
૫ |
જનરલ ફિજિશિયન |
૧૬ |
પેટના રોગ |
૧ |
કિડનીના રોગ |
૪ |
પેથોલોજિસ્ટ |
૧૫ |
આણંદ જિલ્લામાં |
|
તાલુકો |
દવાખાનાની સંખ્યા |
પેટલાદ |
૧૦ |
બોરસદ |
૧૫ |
ઉમરેઠ |
૧૪ |
ખંભાત |
૨૪ |
તારાપુર |
૫ |
સોજીત્રા |
૧ |
આંકલાવ |
૩ |